નવી દિલ્હીઃ તાજેતરમાં જ દુનિયાની સૌથી મોટી ક્રિેકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન પુરી થઇ છે. હવે વિદેશી ખેલાડીઓ પોતાના દેશમાં જતા રહ્યાં છે, તો ભારતીય ખેલાડીઓ આગામી સીરીઝની તૈયારીમાં લાગ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક ખેલાડીઓ એવા છે, જે હાલમાં ઇંગ્લેન્ડ ચાલી રહેલી ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટ લીગમાં રમી રહ્યાં છે. આ લીગમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેને બધાને હસવા માટે મજબૂર કરી દીધી છે. 


ખરેખરમાં આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર ક્રિકેટર ગણાતા ટિમ ડેવિડનુ ચાલુ મેચે પેન્ટ નીકળી ગયાનો આ વીડિયો છે. ડેવિડનું ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી T20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટની એક મેચમાં પેન્ટ કમરથી નીચે સરકી ગયું હતું. આ મેચ લેન્કેશાયર અને વર્સેસ્ટરશાયર ટીમો વચ્ચે રમાઇ રહી હતી. 


ઘટના એવી છે કે, બેટ્સમેને જ્યારે શૉટ ફટકાર્યો તે સમયે ટિમ ડેવિડે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, આ શૉટ બાઉન્ડ્રી પર આવતા જ ટિમ ડેવિડે તેને રોકવા માટેની કોશિશ કરી અને ત્યારે તેનુ પેન્ટ નીકળી ગયુ હતુ, જોકે, ડેવિડે પહેલા ફિલ્ડિંગ કરી હતી ને પછી પેન્ટ સરખુ કર્યુ હતુ. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. 






આ ઘટનાનો વીડિયો ટી20 બ્લાસ્ટ શેર કર્યો છે, અને મજાકમાં લખ્યું છે- ફિલ્ડિંગ કરતી વખતે તમારે તમારા પેન્ટનું ધ્યાન રાખવું જોઈએ. ટિમ ડેવિડે પણ આ વીડિયોને રીટ્વીટ કર્યો છે.


 


આ પણ વાંચો......... 


CORONA : રાજ્યમાં વધ્યા કોરોનાના નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા


IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી


અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો


જમ્મુ કાશ્મીરમા વધુ એક નિર્દોષ ગોળીએથી વિંધાયો, અમિત શાહની અધ્યક્ષતામાં બીજી બેઠક, ગૃહ મંત્રાલય લઇ શકે છે મોટો નિર્ણય