Harare Hurricane Franchise: દુનિયાભરમાં ક્રિકેટની રમતની લોકપ્રિયતા ખુબ વધી રહી છે. આઇપીએલમાં બૉલીવુડ સેલિબ્રિટીઓની પોતાની ક્રિકેટ ટીમો છે, હવે આ કડીમાં વધુ એક સ્ટારની પણ એન્ટ્રી થઇ ગઇ છે. બૉલીવૂડ અભિનેતા સંજય દત્તે પોતાની એક ક્રિકેટ ટીમ ખરીદી છે. આ સાથે જ શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા બાદ ક્રિકેટ ટીમ ખરીદનારો એક્ટર બની ગયો છે, હવે સંજય દત્ત પણ એક ક્રિકેટ કંપનીનો માલિક બની ગયો છે. સંજય દત્તે જિમ અફ્રો ટી-10માં હરારે હરિકેન્સની ફ્રેન્ચાઈઝીને ખરીદી લીધી છે. આની શરૂઆત ઝિમ્બાબ્વેમાં 20 જુલાઈથી થઈ રહી છે. સંજય દત્ત એરીઝ ગૃપ ઓફ કંપનીઝના સંસ્થાપક, ચેરમેન અને સીઈઓ સર સોહન રૉય સાથે ફ્રેન્ચાઈઝીના સહ-માલિક હશે. ક્રિકેટની રમતમાં ભાગીદારીની સંજય દત્તની આ પ્રથમ ગતિવિધી હશે.


ક્રિકેટ ટીમ ખરીદ્યા બાદ હરારે હરિકેન્સના સહ-માલિક સંજય દત્તે કહ્યું - ભારતમાં ક્રિકેટ એક ધર્મ સમાન છે, અને સૌથી મોટા રમતગમત દેશોમાનો એક હોવાને કારણે, મને લાગે છે કે રમતને વિશ્વના દરેક ખૂણે લઈ જવાની જવાબદારી અમારી છે. ઝિમ્બાબ્વેનો રમતગમતમાં શાનદાર ઈતિહાસ છે અને તેની સાથે જોડાઈને મને અને અમારા ફેન્સને પણ આનંદ થાય છે. હું ઝિમ આફ્રો ટી10માં હરારે હરિકેન્સની ખરેખર સારા પ્રદર્શનની આશા રાખી રહ્યો છું, 29 જુલાઈએ નિર્ધારિત ફાઇનલ સાથેની તમામ ઝિમ આફ્રો ટી10 મેચો હરારેમાં રમાશે.


કઇ કઇ ટીમો રમશે લીગ - 
જિમ એફ્રો T10 ઝિમ્બાબ્વેમાં પ્રથમ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ હશે અને તેમાં પાંચ ટીમો હશે. હરારે હરિકેન્સ ઉપરાંત આ લીગમાં અન્ય ચાર ટીમો ડરબન કલંદર્સ, કેપ ટાઉન સેમ્પ આર્મી, બુલાવેયો બ્રેવ્સ અને જોબર્ગ લાયન્સ હશે. ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓનો ડ્રાફ્ટ 2 જુલાઈએ હરારેમાં એક ભવ્ય સમારોહમાં થશે.


ઝિમ્બાબ્વે ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર ગિવમોર માકોનીએ કહ્યું કે તે ખૂબ જ પ્રોત્સાહક છે કે મનોરંજનની દુનિયાના કેટલાક મોટા નામોએ જિમ એફ્રો ટી10 લીગમાં રસ દાખવ્યો છે અને તેમાં યોગદાન આપ્યું છે. આ ટૂર્નામેન્ટનો પ્રતિસાદ સારો રહ્યો છે અને અમને આશા છે કે હરારે હરિકેન્સ આવતા મહિને ટૂર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરશે.