Harbhajan Singh On Pakistani Troller:  પાકિસ્તાનીઓ તેમની હરકતોથી હંમેશા ચર્ચાનો વિષય બનેલા રહે છે. જ્યારે પાકિસ્તાનની ટીમ ક્રિકેટના મેદાનમાં ભારત સામે હારી જાય છે ત્યારે પાકિસ્તાની ચાહકો કે પત્રકારો સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવે છે. હવે હરભજન સિંહ Harbhajan Singh) સાથે પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો મુકાબલો થયો. ભજ્જીએ પાકિસ્તાનીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે તે અવાચક બની ગયો. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.


 






પાકિસ્તાની ભજ્જીને ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો


વાસ્તવમાં એક પાકિસ્તાની હરભજનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પાકિસ્તાનીએ બે તસવીરો શેર કરી છે, જેમાં શાહિદ આફ્રિદી અને હરભજન સિંહ જોવા મળી રહ્યા છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે આફ્રિદીએ ભજ્જી સામે 4 સિક્સર ફટકારી છે.


ભજ્જીએ ચોંકાવનારો જવાબ આપ્યો


આ પોસ્ટ પર ભજ્જીએ પાકિસ્તાનીને જડબાતોડ જવાબ આપ્યો હતો. હરભજને પાકિસ્તાનીઓને 2009ના તે કાળો દિવસ યાદ અપાવ્યો હતો, જ્યારે શ્રીલંકાની ટીમ પર પાકિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ક્રિકેટના ઈતિહાસનો આ કાળો દિવસ હતો. આ ઘટના બાદ ઘણા વર્ષો સુધી કોઈ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. શ્રીલંકાની ટીમ પર આ હુમલો લાહોરમાં થયો હતો.


ભૂતપૂર્વ ભારતીય સ્પિનરે હેરાલ્ડ સન મેગેઝિનનું એક પૃષ્ઠ શેર કર્યું હતું, જેમાં શીર્ષક તરીકે 'ક્રિકેટનો સૌથી કાળો દિવસ' લખેલું હતું. આ તસવીરને કેપ્શન આપતાં ભૂતપૂર્વ ભારતીય સ્પિનરે પાકિસ્તાનીને  બરાબરનો પાઠ ભણાવ્યો.


ભજ્જીએ કેપ્શનમાં લખ્યું, "ના, આના માટે નહીં. ક્રિકેટમાં હંમેશા જીત અને હાર થતી રહે છે. હું તમને અસલી સમસ્યા જણાવીશ. ફોટો તપાસો. હવે અહીંથી નીકળી જાઓ. તમે F નો અર્થ સમજી ગયા હશો કે સમજવું? F નો મતલબ તમારુ નામ. મહેરબાની કરીને એ ન વિચારો જે તમે F વિશે વિચારી રહ્યા છો. તુ જાણે છે મારો મતલબ શું છે.