T20: આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની પ્રથમ ટી20 મેચ રમાશે, આ પ્રવાસમાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, અને ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામા આવી છે, આગામી વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા હવે નવા નવા યુવાઓને તક આપવાની કોશિશ કરવામાં આવી રહી છે, ત્યારે રિપોર્ટ છે કે હાર્દિક પોતાની ટીમમાં મોટો ફેરફાર કરી શકે છે.


આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં સાથે ગયેલા ખેલાડીઓ પણ આ ટીમમાંથી બહાર રહી શકે છે, સુત્રોનુ માનીએ તો હાર્દિક અને કૉચ લક્ષ્મણ નવા ફોર્મેટથી ટીમને તૈયાર કરવા માંગી રહ્યાં છે, અને તેમાં યુવાઓને વધુ તક આપવામાં આવી શકે છે. આ રિપોર્ટમાં એવા ત્રણ ખેલાડીઓનુ નામ સામે આવ્યુ છે જે હાર્દિકની ટીમમાંથી બહાર રહી શકે છે. જાણો કોણ છે આ ત્રણેય. 


હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની ટી20માંથી ફરી એકવાર ફાસ્ટ બૉલર હર્ષલ પટેલ, ઓપનર બેટ્સમેન ઇશાન કિશન અને સ્પીનર યુજવેન્દ્ર ચહલને બહાર રાખી શકે છે. ખાસ વાત છે રોહિત શર્માએ પણ આ ત્રણેયને વર્લ્ડકપમાં સાથે હોવા છતાં રમવાનો મોકો ન હતો આપ્યો હવે હાર્દિક પણ આ જ કરી શકે છે. 


ભારત-ન્યૂઝીલેન્ડ હેડ ટૂ હેડ રેકોર્ડ 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 11 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 6 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે. 


 


ન્યુઝીલેન્ડ સામેની ભારતની T20I ટીમઃ


ભારતીય ટીમ - હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.


ક્યારે રમાશે વન ડે અને ટી20 સિરીઝઃ


ભારત અને ન્યૂઝીલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે.