Hardik Pandya Test Comeback: ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જલ્દી ટેસ્ટ ફોર્મેટમાં વાપસી કરી શકે છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર લાલ બોલથી બોલિંગ કરતી વખતે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો બાદ હાર્દિક પંડ્યાની વાપસીની અટકળોએ જોર પકડ્યું છે. હાલમાં હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડમાં તાલીમ લઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. આ પછી ક્રિકેટ ચાહકોનું કહેવું છે કે હાર્દિક પંડ્યા જલ્દી ટેસ્ટ ફોર્મેટમાં વાપસી કરી શકે છે.
હાર્દિક પંડ્યા ODI અને T20 ફોર્મેટમાં ભારત માટે મેચ વિનર સાબિત થઈ રહ્યો છે, પરંતુ તે લાંબા સમયથી ટેસ્ટ ફોર્મેટમાં રમ્યો નથી. હાર્દિક પંડ્યા છેલ્લે સપ્ટેમ્બર 2018માં ટેસ્ટ ફોર્મેટમાં રમ્યો હતો. ત્યારથી તે ટેસ્ટ ફોર્મેટમાં રમ્યો નથી. 2019માં હાર્દિક પંડ્યાની પીઠની સર્જરી થઈ હતી, જે બાદ તે રેડ બોલ ક્રિકેટથી દૂર છે. આંકડા દર્શાવે છે કે અત્યાર સુધી હાર્દિક પંડ્યાએ 11 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં આ ઓલરાઉન્ડરે બેટ્સમેન તરીકે 523 રન બનાવ્યા છે. જ્યારે બોલર તરીકે તેણે વિપક્ષના 17 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે.
જોકે, હાર્દિક પંડ્યાની લાલ બોલથી બોલિંગથી ટેસ્ટ ફોર્મેટમાં વાપસીની આશા વધી ગઈ છે. જો કે, હાલમાં શિવમ દુબે અને નીતિશ કુમાર રેડ્ડી ભારતીય ટેસ્ટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે મોટા દાવેદાર છે, પરંતુ જો હાર્દિક પંડ્યા વાપસી કરે છે તો ઓલરાઉન્ડર તરીકે કોનું ધ્યાન જાય છે તે જોવું રસપ્રદ રહેશે? તાજેતરમાં જ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમની સફળતામાં હાર્દિક પંડ્યાનો મોટો ફાળો હતો.
આગામી 19 સપ્ટેમ્બરથી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સમક્ષ 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાનું છે. જેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં હાર્દિકનું નામ નથી. હવે એએ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા આગમી ઘણી ટેસ્ટ શ્રેણી રમવાની છે જેમાં હાર્દિકની વાપસી થશે કે કેમ?
આ પણ વાંચો: Photos: શું ઈશાન કિશનને તેની સદી બાદ રિટેન કરવામાં આવશે? જુઓ મુંબઈ ઈન્ડિયન્સે શું આપ્યો ઈશારો