IND vs PAK: હાર્દિક પંડ્યાએ પોતાની અડધી સદી પૂરી કરી છે. ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા વચ્ચે 138 રનની પાર્ટનરશીપ થઈ હતી. ઈશાન કિશન 82 રન બનાવી કેચ આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 75 બોલમાં 66 રન બનાવી રમી રહ્યો છે. હાલમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 38 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 204 રન છે. 


હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી


ભારતીય કેપ્ટન રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ શાનદાર પાર્ટનરશીપ કરી ટીમ ઈન્ડિયાના સ્કોરને આગળ વધાર્યો હતો. ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી ત્યારે બંનેએ શાનદાર ઈંનિંગ રમી રન બનાવ્યા હતા.  


ભારતીય કેપ્ટન રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ શાનદાર પાર્ટનરશીપ કરી ટીમ ઈન્ડિયાના સ્કોરને આગળ વધાર્યો હતો. ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી ત્યારે બંનેએ શાનદાર ઈંનિંગ રમી રન બનાવ્યા હતા.  


આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પહેલા પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી વિરાટ કોહલી પણ પેવેલિયન પરત ફર્યો હતો. શાહીન આફ્રિદીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યા હતા.આ પછી શુભમન ગિલ અને શ્રેયસ અય્યર આઉટ થયા હતા.


પલ્લેકલેમાં રમાઈ રહી છે ભારત-પાકિસ્તાનની મેચ...



ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ પલ્લેકેલેમાં રમાઈ રહી છે. એશિયા કપ 2023માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ છે.  બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ ટૂર્નામેન્ટમાં તેની બીજી મેચ રમી રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચ બાદ નેપાળ સાથે રમશે. એશિયા કપ 2023ની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.


બિહારના લાલ ઈશાન કિશને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં કમાલ કર્યો છે. ઈશાન કિશન પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક બન્યો હતો. તેને 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી શાનદાર ફિફ્ટી ફટકારી હતી. વનડેમાં આ તેની સતત ચોથી અડધી સદી છે.