નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે વન ડે અને ટેસ્ટ શ્રેણીમાં કંગાળ દેખાવ કરનારી ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર છે. પીઠની સર્જરીમાંથી મુક્ત થઈ રહેલા હાર્દિક પંડ્યાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમકેદાર વાપસી કરી છે. લાંબા સમય બાદ મેદાન પર ઉતરેલા પંડ્યાએ ડીવાય પાટીલ ટી-20 ટુર્નામેન્ટમાં 25 બોલમાં 38 રનની ઈનિંગ રમી હતી અને ત્રણ વિકેટ ઝડપી હતી. પંડ્યાની રમત જોવા વર્તમાન ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પણ હાજર હતા. 26 વર્ષીય ઓલરાઉન્ડર ફિટ થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.
રિલાયન્સ વન તરફથી રમતા પંડ્યાએ કરી ધમાકેદાર બેટિંગ
પંડ્યા છેલ્લે દક્ષિણ આફ્રિક સામે ટી-20 સીરિઝમાં ભારત તરફથી રમ્યો હતો. અંતિમ ટેસ્ટ સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. રિલાયન્સ વન ટીમ તરફથી ચોથા ક્રમે રમતા હાર્દિકે બેંક ઓફ બરોડા સામે તેની ઈનિંગમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યા હતા. તેણે સૌરભ તિવારી સાથે મળીને ત્રીજી વિકેટ માટે 53 રન ઉમેર્યા હતા.
રિલાયન્સ વનનો 25 રનથી વિજય
રિલાયન્સ વને 8 વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંક ઓફ બરોડાની ટીમ 125 રન પર આઉટ થઈ ગઈ હતી. રિલાયન્સે 25 રનથી મેચ જીતી હતી. ટી-20માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા લેગ સ્પિનર રાહુલ ચાહરે 15 રન આપીને 5 વિકેટ લીધી હતી.
હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી, 25 બોલમાં ફટકાર્યા 38 રન અને લીધી 3 વિકેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Feb 2020 03:37 PM (IST)
પીઠની સર્જરીમાંથી મુક્ત થઈ રહેલા હાર્દિક પંડ્યાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમકેદાર વાપસી કરી છે. લાંબા સમય બાદ મેદાન પર ઉતરેલા પંડ્યાએ ડીવાય પાટીલ ટી-20 ટુર્નામેન્ટમાં 25 બોલમાં 38 રનની ઈનિંગ રમી હતી અને ત્રણ વિકેટ ઝડપી હતી.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -