નવી દિલ્હી: ટી 20 વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને સૌથી મોટા દુશ્મન પાકિસ્તાન સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ભારતને આ મેચ દરમિયાન આ હારથી બીજો મોટો ફટકો પણ મળ્યો છે. હકીકતમાં, ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને હવે તે ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ભય છે.

Continues below advertisement


હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થશે?


ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપ મેચ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે મેદાનમાં ઉતર્યો ન હતો. તેના સ્થાને ઇશાન કિશન સમગ્ર મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતો હતો. પંડ્યાની ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી પરંતુ તેને સાવચેતીના ભાગરૂપે સ્કેન માટે મોકલવામાં આવ્યો છે. બીસીસીઆઈની મીડિયા ટીમે કહ્યું, 'હાર્દિક પંડ્યાને બેટિંગ દરમિયાન જમણા ખભામાં ઈજા થઈ હતી. તે સ્કેન માટે ગયો છે.’ ભારતે હવે આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે.


પાકિસ્તાન સામે હાર


ટી 20 વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને સૌથી મોટા દુશ્મન પાકિસ્તાન સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ન તો ભારતીય બોલરે સારું પ્રદર્શન કર્યું ન હતું અને બેટિંગમાં વિરાટ કોહલી સિવાય કોઈ બેટ્સમેન ટક્યો ન હતો. આ સાથે ભારતનું ટી 20 વર્લ્ડ કપ અભિયાન ખૂબ જ ખરાબ રીતે શરૂ થયું છે. હવે ટુર્નામેન્ટમાં રહેવા માટે ટીમ ઇન્ડિયાએ આગામી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવવું ખૂબ જ જરૂરી છે.


5-1 રેકોર્ડ


T20 વર્લ્ડ કપની મેચોમાં પાકિસ્તાન આજ સુધી ભારતને હરાવી શક્યું નથી. પરંતુ આ મેચમાં તેણે શાનદાર વાપસી કરી અને તમામ રેકોર્ડ પર રોક લગાવી દીધી છે. 6 T20 મેચોમાં પાકિસ્તાનની આ પ્રથમ જીત હતી. હવે બંને ટીમો વચ્ચેનો રેકોર્ડ 5-1નો થઇ ગયો છે. તે જ સમયે, ભારત હજુ પણ વનડેમાં 7-0થી આગળ છે. ધોનીની કપ્તાનીમાં આજતક ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી, પરંતુ કોહલીની કેપ્ટનશિપમાં આજે આ રેકોર્ડ પણ બન્યો હતો.