ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ શુક્રવારે કહ્યું કે, તે ત્યારે જ બોલિંગ કરશે, જ્યારે સમય યોગ્ય હશે. સાતે જ તેણે ટીમમાં પ્રતિભાશાળી અન્ય ખેલાડીઓને અજમાવવાનો આગ્રહ કર્યો. સિડનીમાં શરૂઆતની વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલ હાર દરમિયાન તેની બોલિંગની ઘણી ખોટ પડી છે.


હાર્દિક પંડ્યા પીઠની સર્જરી બાદ હજુ સુધી બોલિંગનો ભાર સંભાળવા તૈયાર નથી. જેના કારણે ટીમનું સંતુલન પ્રભાવિત થઈ રહ્યું છે અને આ વાત ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ સ્વીકારી છે. પંડ્યાએ શુક્રવારે ટીમનને મળેલ 66 રનની હાર દરમિયાન 76 બોલમાં 90 રનની શાનદાર ઇનિંગ રમી.

હાર્દિકે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘હું મારી બોલિંગ પર કામ કરી રહ્યો છું. હું બોલિંગ કરીશ, જ્યારે યોગ્ય સમય આવશે.’ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 374 રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ‘જ્યારે તમે 375 રનના ટાર્ગેટનો પીછો કરો છો તો બધાએ ઉત્સાહ સાથે રમવું જોઈએ. ઉપરાંત કોઈ કંઈ ન કરી શકે. તમે વધારે યોજના ન બનાવી શકો.’ તેમણે કહ્યું કે, ભારત અન્ય ઓલરાઉન્ડર વિશે વિચારવું જોઈએ કારણ કે છઠ્ઠા બોલરનો વિકલ્પ વનડે ટીમના સંતુલન માટે જરૂરી છે.

હાર્દિકે કહ્યું કે, મને લાગે છે કે કદાચ આપણે એવા ખેલાડીને શોધવો જોઈએ જે ભારત માટે રમી ચૂક્યો છે અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેને રમાડવાની રીત શોધવી પડશે.‘ પંડ્યાએ કહ્યું કે, ‘જ્યારે તમે પાંચ બોલરો સાથે ઉતરો છો તો એ હંમેશા મુશ્કેલ હશે કારણ કે જો કોઈ દિવસ સારો ન રહ્યો તો તેની ભૂમિકા ભરવા માટે કોઈ નહીં હોય.’

હાર્દિકને અન્ય વિકલ્પ વિશે પૂછવા પર તેમણે પંસદગીકારોને પોતાના મોટા ભાઈ કૃણાલ તરફ જોવાનો આગ્રહ કર્યો, જે સ્પિન ઓલરાઉન્ડર છે. હાર્દિક કહ્યું કે, ‘તમે અન્યનું નામ લઈ શકો છો. અથવા પછી તમારે પંડ્યા તરફ જ જોવું જોઈએ.’

હાર્દિક પંડ્યાએ નેટ પર બોલિંગ કરવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, ‘હું મારી બોલિંગમાં 100 ટકા ફીટ રહેવા માગુ છું. હું એ ગતિથી બોલિંગ કરવા માગુ છું જે આંતરરાષ્ટ્રીય સ્તર માટે જરૂરી હોય.