નવી દિલ્હી: અફઘાનિસ્તાનના યુવા ક્રિકેટર હશમતઉલ્લાહ શાહિદીએ ઈતિહાસ રચી દિધો છે. હશમતઉલ્લાહ શાહિદી અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી નોંધાવનારા પ્રથમ ખેલાડી બની ગયો છે. શાહિદીએ આ ઉપલબ્ધિ ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે મેળવી હતી.  


પોતાની પાંચમી ટેસ્ટ મેચ રમી રહેલા શાહિદીએ 443 બોલ પર 21 ફોર અને એક સિક્સની મદદથી 200 રનની અણનમ ઈનિંગ રમી હતી.  શાહિદીની બેવડી સદી પૂરી થતાની સાથે જ અફઘાનિસ્તાને ચાર વિકેટ પર 545 રન બનાવીને પોતાની પ્રથમ ઈનિંગની જાહેરાત કરી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં અફઘાનિસ્તાનનો આ અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે.  


શાહિદી પહેલા અફઘાનિસ્તાન માટે ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર બનાવવાનો રેકોર્ડ અસગર અફગાનના નામે હતો. જેણે જિમ્બાબ્લે વિરુદ્ધ જ ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટમાં  બનાવ્યો હતો.  અફગાને 164 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી ત્રણ જ બેટ્સમેનોએ સદી નોંધાવી છે.