મુંબઇઃ ટીમ ઇન્ડિયામાંથી પડતા મુકાયેલા આ યુવા ખેલાડી અને મુંબઇના ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉએ પોતાનો દમ બતાવ્યો છે. પૃથ્વી શૉએ તોફાની ઇનિંગ રમતા 165 રન ફટકરારીને બધાને ચોંકાવી દીધા છે. ગુરુવારે વિજય હજારે ટ્રૉફીની પાલમ એરફોર્સ ગ્રાઉન્ડ કૉમ્પલેક્ષ્માં રમાયેલી મેચમાં કર્ણાટકા સામે આ ઇનિંગ રમી હતી. મુંબઇ તરફથી રમતા પૃથ્વી શૉએ કર્ણાટકા સામે 17 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.


કર્ણાટકાએ ટૉસ જીતને પહેલા ફિલ્ડિંગ કરવાનો ફેંસલો કર્યો અને મુંબઇની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. મુંબઇ તરફથી પૃથ્વી શૉ 165 રનની ઇનિંગ રમીને મુંબઇને મજબૂતી આપી હતી. મુંબઇની ટીમે 49.2 ઓવરમાં 322 રન બનાવ્યા હતા.


કેરિયરમાં અત્યાર સુધી 8 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા પૃથ્વી શૉએ આ પહેલા સૌરાષ્ટ્ર વિરુદ્ધ 9 માર્ચે અણનમ 185 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત તેને જયપુરમાં પોડુચેરી વિરુદ્ધ ગયા મહિને અણનમ 227 રન ઠોક્યા હતા. 


ખાસ વાત છે કે 21 વર્ષીય આ યુવા બેટ્સમેન અગાઉ લિસ્ટ એ ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીનો પણ રેકોર્ડ પણ તોડી ચૂક્યો છે.