નવી દિલ્હીઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં હવે ભારતનો દબદબો જોવા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જય શાહે નઝમુલ હસનનું સ્થાન લીધું છે.

બીસીસીઆઈના સચિવ જય શાહની શનિવાર સર્વસંમતિથી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. શાહ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસનનું સ્થાન લેશે.



બીસીસીઆઈ કોષાધ્યક્ષ અરૂણ સિંહ ધૂમલે ટ્વિટર પર આ સમાચાર શેર કર્યા હતા. તેમણે લખ્યું, એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બનવા માટે જય શાહને અભિનંદન. મને વિશ્વાસ છે કે એસીસી પોતાના નેતૃત્વમાં નવી ઊંચાઈને સ્પર્શશે અને સમગ્ર એશિયા ખંડના ક્રિકેટરોને ફાયદો થશે. સફળ કાર્યકાળ માટે મારી શુભકામના.

ACC એક ક્રિકેટ સંગઠન છે, જેની સ્થાપના 1983માં કરવામાં આવી હતી. એશિયામાં ક્રિકેટને વિકસિત કરવાના ઉદ્દેશથી તેની સ્થાપના કરવામાં આવી હતી. એશિયા ક્રિકેટ કાઉન્સિલ સાથે એશિયાની લગભગ તમામ ક્રિકેટ ટીમ જોડાયેલી છે. હાલમાં તેમાં કુલ 25 દેશ તેના સભ્યો છે.

રાશિફળ 31 જાન્યુઆરીઃ  આજે આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ