How Rohit Sharma Hit Long Sixes: ભારતમાં અત્યારે આઇસીસીની સૌથી મોટી ઇવેન્ટ વનડે વર્લ્ડકપ 2023 રમાઇ રહી છે. અત્યારે ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, અને કેપ્ટન રોહિત શર્મા પણ જબરદસ્ત ફૉર્મમાં દેખાઇ રહ્યો છે. રોહિત આરામથી મેદાન પર ગગનચુંબી છગ્ગા ફટકારીને દર્શકોને મનોરંજન કરાવી રહ્યો છે ત્યારે સવાલ થાય છે કે, આટલા આરામથી છગ્ગા કઇ રીતે તે ફટકારે છે, જાણો આ મામલે શું કહે છે રોહિત... 


રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. ભારતીય કેપ્ટને હાલમાં જ ક્રિસને પાછળ છોડીને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વનડેમાં 300 સિક્સરનો આંકડો પણ પાર કરી લીધો છે. હવે રોહિત શર્માએ રહસ્ય ખોલ્યું કે તે આટલી લાંબી સિક્સ કેવી રીતે ફટકારે છે. વાસ્તવમાં પાકિસ્તાન વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં રોહિત શર્માની શાનદાર સિક્સર જોયા બાદ ફિલ્ડ અમ્પાયરે તેના બેટ પર સવાલ ઉઠાવ્યા છે.


ICC દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં રોહિત શર્મા તેના મૉન્સ્ટર સિક્સ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની પહેલી ક્લિપમાં રોહિત શર્મા ફિલ્ડ એમ્પાયરને પોતાનો બાઈસેપ બતાવતો જોવા મળે છે. ત્યારે રોહિતના આ સેલિબ્રેશનને લઈને ટીમના વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યા પૂછે છે કે, "તે સેલિબ્રેશન શું હતું?"






આના જવાબમાં રોહિત શર્માએ કહ્યું, “તે (એમ્પાયર) મને પૂછતા હતા કે તમે આટલી લાંબી સિક્સ કેવી રીતે ફટકારો છો, શું તમારા બેટમાં કંઈક છે? મેં કહ્યું, ભાઈ, એ બેટ નથી પણ પાવર છે. આ વીડિયો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પછીનો છે. આગળ વીડિયોમાં રોહિત શર્માની કેટલીક શાનદાર સિક્સ પણ બતાવવામાં આવી હતી, જે તેણે પાકિસ્તાની બૉલરો સામે ફટકારી હતી. ICCએ આ વીડિયોને કેપ્શન આપતા લખ્યું છે, “ભારતનો હિટમેન.”


અત્યારે સુધી ફટકારી ચૂક્યો છે 11 છગ્ગા 
રોહિત શર્માએ અત્યાર સુધી ત્રણ મેચમાં 11 સિક્સર ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં ભારતીય કેપ્ટન ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. આ પછી, અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં, રોહિતે 131 રન બનાવ્યા જેમાં તેણે 5 છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ ભારતીય કેપ્ટને પાકિસ્તાન સામે 86 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 6 શાનદાર સિક્સરનો સમાવેશ થાય છે.