Pakistan Playing 11: આઇસીસી વર્લ્ડકપ 2023માં તમામ ટીમો પોતાની ત્રણ ત્રણ મેચો રમી ચૂકી છે, હવે આગામી મેચમાં પાકિસ્તાનની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થવાની છે, આ પહેલા પાકિસ્તાની ટીમ અને ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે, આખી પાકિસ્તાની ટીમ વાયરલ ફીવરની ઝપેટમાં આવી ગઇ છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ બેંગલુરુમાં 20 ઓક્ટોબરે રમાશે. આ મેચ પહેલા પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ ભારે સંકટમાં છે. હાલમાં આ મેચ માટે પ્લેઈંગ-11 બનાવવો તેમના માટે મુશ્કેલ બની રહ્યો છે.
વાસ્તવમાં, બેંગલુરુ પહોંચતાની સાથે જ પાકિસ્તાની ટીમના મોટાભાગના ખેલાડીઓ વાયરલ ફીવરથી પ્રભાવિત થયા હતા. બેંગલુરુમાં આ દિવસોમાં વાયરલ ફીવરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કદાચ બદલાતા હવામાનને કારણે અહીંના લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. જ્યારે પાકિસ્તાની ટીમની ટીમ અહીં પહોંચી ત્યારે તે પણ આ તાવનો શિકાર બની હતી. કેટલાક ખેલાડીઓને બાદ કરતાં મોટાભાગના ખેલાડીઓ બિમાર પડ્યા હતા. જોકે હવે કેટલાક ખેલાડીઓના સ્વસ્થ થવાના અહેવાલો છે, પરંતુ જ્યાં સુધી તમામ ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફીટ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ માટે તે સમસ્યા બની રહેશે.
PCBએ આપ્યુ ખેલાડીઓના રિકવરી પર અપડેટ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના મીડિયા મેનેજર અહેસાન ઈફ્તિખારે મંગળવારે સાંજે આ બાબતે અપડેટ આપ્યુ હતુ. તેણે કહ્યું, 'કેટલાક ખેલાડીઓ તાજેતરમાં તાવથી પ્રભાવિત થયા હતા પરંતુ તેમાંથી મોટાભાગના હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. હાલમાં જે ખેલાડીઓ રિકવરી સ્ટેજમાં છે તેઓ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના મીડિયા મેનેજર અહસાન ઈફ્તિખારેએ મંગળવારે સાંજે આ બાબતે અપડેટ આપી હતી. તેણે કહ્યું, 'કેટલાન ખેલાડીઓ તાજેતરમાં તાવથી પ્રભાવિત થયા હતા પરંતુ તેમાંથી મોટાભાગના હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. હાલમાં જે ખેલાડીઓ રિકવરી સ્ટેજમાં છે તેઓ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
આવી છે વર્લ્ડકપની પાકિસ્તાની ટીમ
ફખર ઝમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હરિસ રઉફ, હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ.