નવી દિલ્હીઃ આઇસીસી દ્વારા ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડની ટીમ ટેસ્ટ ચેમ્પિયશીપની ફાઇનલમાં પહોંચી ગયુ છે. ભારતને હવે ફાઇનલમાં પહોંચવા માટે સારો ચાન્સ છે. જો ભારતને જૂનમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે ક્વૉલિફાય કરવુ છે, તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી આગામી સીરીઝમાં ઓછામાં ઓછી બે ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે. ઇંગ્લેન્ડની રમાનારી સીરીઝમાં ભારતની 1-0ની જીત જોકે ઓસ્ટ્રેલિયા માટે ફાઇનલમાં જવાનો માર્ગ પ્રશસ્ત કરી શકે છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા દક્ષિમ આફ્રિકાના પોતાના પ્રવાસને સ્થગિત કરવા માટે ફેંસલા બાદ ન્યૂઝીલેન્ડને ડબલ્યૂટીસીની ફાઇનલમાં જગ્યા મળી ગઇ હતી. આ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ટ્વીટ કરીને આ સંબંધમાં જરૂરી યોગ્યતાની જાણકારી આપી.
ભારતને જો ફાઇનલમાં જવુ છે તો તેને હવે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડને ઓછામાં ઓચી 2-0થી હરાવવુ પડશે. 2-1, 3-0, 3-1 કે 4-0થી જીત વધુ સુરક્ષિત રહેશે. ઇંગ્લેન્ડની ટીમ જો 3-0, 3-1, 4-0ના અંતરથી જીતે છે તો ફાઇનલમાં પહોંચી જશે.