T20 World Cup માટે ઓસ્ટ્રેલિયાની જમીન પર શાનદાર શરુઆત થઈ ચુકી છે. પ્રથમ મેચમાં જ મોટો અપસેટ જોવા મળ્યો હતો જ્યાં શ્રીલંકા સામે નામીબિયાએ શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં શ્રીલંકાની કમજોરી દેખાઈ હતી અને નામીબિયાએ 55 રનથી શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપની શરુઆત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં નામીબિયાની ટીમે 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. 164 રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમ 19 ઓવરમાં જ 108 રન બનાવી શકી હતી. 


કોમેન્ટ્રી પેનલમાં 3 મહિલા કોમેન્ટેટરને સ્થાન મળ્યુંઃ


બીજી તરફ આઈસીસી દ્વારા ટી20 વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી છે. ટૂર્નામેન્ટ માટે નોમિનેટ થયેલા 29 કોમેન્ટેટરના ગ્રુપમાં 3 મહિલા કોમેન્ટેટર મેલ જોન્સ, ઈસા ગુહા અને નતાલી જર્મનોસને સ્થાન અપાયું છે. આ સાથે પેનલમાં ભારતના હર્ષા ભોગલે, રવિ શાસ્ત્રી અને સુનિલ ગાવસ્કરને પણ સ્થાન મળ્યું છે. આ સાથે-સાથે હાલમાં જ ક્રિકેટમાંથી સન્યાસ લેનાર ઈયોન મોર્ગન, પ્રેસ્ટન મોમસેન, ડેલ સ્ટેન અને નિયાલ ઓબ્રાયન જેવા પૂર્વ ક્રિકેટરોને પણ T20 વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરવાની તક આપવામાં આવી છે.


કોમેન્ટ્રી પેનલના નામોની યાદીઃ


રવિ શાસ્ત્રી (ભારત), સુનીલ ગાવસ્કર (ભારત), હર્ષા ભોગલે (ભારત), એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા), અતહર અલી ખાન (બાંગ્લાદેશ), ઈયાન બિશપ (વેસ્ટ ઈન્ડિઝ), ઈયાન સ્મિથ (ન્યુઝીલેન્ડ), પોમ્મી મબાંગવા (ઝિમ્બાબ્વે), પ્રેસ્ટન મોમસેન (સ્કોટલેન્ડ), ઈસા ગુહા (ઈંગ્લેન્ડ) , બાજીદ (પાકિસ્તાન), બ્રાયન મુર્ગાટ્રોયડ (નેધરલેન્ડ), માર્ક હોવર્ડ (ઓસ્ટ્રેલિયા), રસેલ આર્નોલ્ડ (શ્રીલંકા), કાર્લોસ બ્રેથવેટ (વેસ્ટ ઈન્ડિઝ), મેલ જોન્સ (ઓસ્ટ્રેલિયા), સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) ), માઈકલ એથર્ટન (ઈંગ્લેન્ડ), શેન વોટ્સન (ઓસ્ટ્રેલિયા), ડેની મોરીસન (ન્યુઝીલેન્ડ), માઈકલ ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા), શોન પોલક (દક્ષિણ આફ્રિકા), ડર્ક નાન્સ (ડચ), નાસિર હુસૈન (ઈંગ્લેન્ડ), સાઈમન ડૂલે (ન્યુ. ઝીલેન્ડ), ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ) ), નતાલી જર્મનોસ (દક્ષિણ આફ્રિકા) અને નિઆલ ઓ'બ્રાયન (આયર્લેન્ડ).


નામિબિયાએ એશિયા કપની ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું


નામિબિયાએ આ મેચ 55 રને જીતીને T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક ડેબ્યૂ કર્યું હતું. નોંધનીય છે કે ક્વોલિફાઈંગ રાઉન્ડની આ પહેલી મેચ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 163 રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ જીતવા માટે શ્રીલંકાને 164 રન બનાવવાના હતા, પરંતુ એશિયા કપ ચેમ્પિયન અહીં નિષ્ફળ સાબિત થઇ હતી અને 108માં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.


શ્રીલંકાની શરૂઆત નામિબિયા જેટલી જ ખરાબ રહી હતી. શ્રીલંકાએ માત્ર ચાર ઓવરમાં 21 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શ્રીલંકાની ટીમ ક્યારેય મેચમાં વાપસી કરી શકી નહીં અને તેના માત્ર 4 બેટ્સમેન જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન સનાકાએ સૌથી વધુ 29 રનની ઇનિંગ રમી હતી. નામિબિયા તરફથી આ મેચમાં ડેવિડ વેઈસ, બર્નાર્ડ, બેન અને જેને 2-2 વિકેટ ઝડપી હતી.