ICC Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા એક એવી ભૂલ થઈ જેણે આયોજન પર અનેક સવાલો ઉભા કર્યા છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ શરૂ થતા પહેલા રાષ્ટ્રગીત સમયે એક અણધારી ઘટના બની. પાકિસ્તાની મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવાના બદલે ભૂલથી ભારતીય રાષ્ટ્રગીત વગાડી દીધું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને પાકિસ્તાનની આ ભૂલની ખુબ મજાક ઉડી રહી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચોથી મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટને ટોસ જીતીને ઇંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મેચ શરૂ થતા પહેલા જ્યારે બંને ટીમો રાષ્ટ્રગીત માટે મેદાનમાં આવી ત્યારે આ અણધારી ઘટના બની હતી. નિયમ મુજબ, ટોસ બાદ બંને ટીમોના રાષ્ટ્રગીત વગાડવાના હોય છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મેચ હોવાથી સ્વાભાવિક રીતે જ તેમના રાષ્ટ્રગીત વગાડવા જોઈએ, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આયોજકો દ્વારા મોટી ભૂલ થઈ ગઈ.
ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત શરૂ થવાની તૈયારી હતી, પરંતુ સ્ટેડિયમમાં અચાનક જ ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ વાગવા લાગ્યું. આ સાંભળીને મેદાનમાં હાજર ખેલાડીઓ અને દર્શકો પણ ચોંકી ગયા હતા. ભારતીય રાષ્ટ્રગીત વાગતા જ સ્ટેડિયમમાં હંગામો મચી ગયો હતો અને બંને ટીમના ખેલાડીઓ એકબીજા સામે જોવા લાગ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે અને લોકો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આ ભૂલને લઈને ટ્રોલ કરી રહ્યા છે અને તેની મજાક ઉડાવી રહ્યા છે.
રાષ્ટ્રગીતની શરૂઆતમાં પ્રથમ ઇંગ્લેન્ડનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું જે પૂર્ણ થયું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત શરૂ થવાનું હતું, પરંતુ ભૂલથી ભારતીય રાષ્ટ્રગીત વાગી ગયું. જો કે, થોડીવાર પછી ભૂલ સુધારી લેવામાં આવી અને ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું, જેના પછી મામલો શાંત થયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ ગઈ હતી.
મેચની વાત કરીએ તો, સમાચાર લખાયા ત્યાં સુધીમાં સાત ઓવરની રમત પૂરી થઈ હતી અને ઇંગ્લેન્ડની ટીમે 55 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. બેન ડકેટ અને જો રૂટ ક્રિઝ પર હતા અને ટીમ માટે મોટી ભાગીદારી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાનની આ ભૂલ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો....
ભારત વિ પાકિસ્તાન: ચેમ્પિયન્સ ટ્રોફીમાં મહામુકાબલો, જાણો તારીખ, સમય સહિતની A to Z વિગતો