Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાવાની છે. આ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટૂર્નામેન્ટની ટ્રોફી પાકિસ્તાનને મોકલી છે. આ ટ્રોફી ગુરુવારે (14 નવેમ્બર) ઇસ્લામાબાદ પહોંચી હતી. પરંતુ આ દરમિયાન પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. તેઓ આ ટ્રોફી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને મોકલી શકશે નહીં.
વાસ્તવમાં, પાકિસ્તાન સરકારે એક યોજના તૈયાર કરી હતી કે ટ્રોફીને 16 થી 24 નવેમ્બરની વચ્ચે સમગ્ર પાકિસ્તાનમાં લઈ જવામાં આવશે. તેને વિશ્વના બીજા સૌથી ઊંચા પર્વત શિખર K2 પર પણ લઈ જવામાં આવશે. તેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના ત્રણ શહેરો, સ્કર્દુ, મુરી અને મુઝફ્ફરાબાદમાં લઈ જવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વાંધા બાદ ICCએ આ અંગે સંજ્ઞાન લીધું છે. સાથે જ પાકિસ્તાનને આદેશ આપવામાં આવ્યો છે કે આ ટ્રોફી હવે પીઓકેમાં નહીં જાય. તમને જણાવી દઈએ કે આ ટ્રોફી વિશ્વના બીજા સૌથી ઊંચા પર્વત શિખર K2 પર પણ લઈ જવામાં આવશે.
પીસીબી શું કરી હતી જાહેરાત
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ટ્રોફી ટૂરના કાર્યક્રમની જાહેરાત કરતા કહ્યું કે તે 16 નવેમ્બરથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન યાત્રા સ્કાર્દુ, મરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ જેવા મનોહર પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે. આ ટૂર 16 થી 24 નવેમ્બર સુધી યોજાશે. દરમિયાન, પીસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રોફી ટૂર ઉત્તરી પાકિસ્તાનના સ્કાર્દુથી શરૂ થશે. આ પ્રવાસ પાકિસ્તાનના મોટા શહેરોમાંથી પસાર થશે જ્યાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો રમાવાની છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કહ્યું છે કે તે સમગ્ર દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી સાથે પ્રવાસ કરશે. પીસીબીએ એક્સ પર લખ્યું હતું કે તૈયાર થઇ જાવ, પાકિસ્તાન. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટ્રોફી ટૂર 16 નવેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં શરૂ થશે, જેમાં સ્કાર્દુ, મુરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ જેવા મનોહર પ્રવાસ સ્થળોની પણ મુલાકાત લેશે.
હાઇબ્રિડ મોડલ પર માંગવામાં આવ્યો છે જવાબ
બીસીસીઆઈએ આઈસીસીને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની તેની અસમર્થતા અંગે જાણ કરી છે. તેના જવાબમાં વર્લ્ડ ગવર્નિંગ બોડીએ હાઇબ્રિડ મોડલમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા પર PCB પાસેથી જવાબ માંગ્યો છે. ગયા વર્ષના એશિયા કપ દરમિયાન ભારતની મેચો હાઇબ્રિડ મોડલ પ્રમાણે શ્રીલંકામાં યોજાઈ હતી જ્યારે અન્ય મેચો પાકિસ્તાનમાં રમાઈ હતી.
આ પણ વાંચો...