Mohammed Rizwan On Indian Cricket Team: પાકિસ્તાનમાંથી ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હાલમાં બન્ને દેશો વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી રમવા જવા પર ઘર્ષણ ચાલી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે રિઝવાનનો મેસેજ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. BCCI એ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનના ODI અને T20 કેપ્ટન મોહમ્મદ રિઝવાને સૂર્યકુમાર યાદવ, KL રાહુલ અને ભારતીય ટીમ માટે હૃદયસ્પર્શી સંદેશ આપ્યો છે. 


ખરેખરમાં, ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મોહમ્મદ રિઝવાને કહ્યું કે કેએલ રાહુલ સૂર્યકુમાર યાદવ, દરેકનું સ્વાગત છે. અમે પાકિસ્તાન આવનારા ખેલાડીઓનું સ્વાગત કરીશું, પરંતુ આ અમારો નિર્ણય નથી, આ પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડનો નિર્ણય છે.


મોહમ્મદ રિઝવાને કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જે પણ નિર્ણય લેશે, અમને આશા છે કે તમામ મુદ્દાઓ ઉકેલાઈ જશે, પરંતુ અમને આશા છે કે ભારતીય ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રૉફી માટે ચોક્કસપણે પાકિસ્તાન આવશે. જો ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન આવશે તો અમે તેમનું દિલથી સ્વાગત કરીશું. મોહમ્મદ રિઝવાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે તમે પાકિસ્તાન કેમ નથી આવતા? આ સવાલના જવાબમાં સૂર્યકુમાર યાદવે કહ્યું કે અરે ભાઈ, આ અમારા હાથમાં થોડું છે.


આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાવેદ મિયાંદાદ તલવાર લહેરાવતા કહે છે, "મેં બેટથી સિક્સર મારી હતી, હવે આ ચાલશે." નજીકમાં ઊભેલો એક વ્યક્તિ કહે છે, "બેટ પણ ધારદાર હતું અને તલવાર પણ ધારદાર છે." આ પછી જાવેદ મિયાંદાદ કહે છે, "જો હું બેટથી સિક્સર મારી શકું તો શું હું તેને કાપી ન શકું?" આટલું જ નહીં, તે કાશ્મીર પર એવા નિવેદનો પણ આપે છે, જેનાથી ભારતીય ચાહકો નારાજ થાય છે.


આ પણ વાંચો


Watch: રાંચીમાં પત્ની સાથે મત નાંખવા પહોંચ્યો ધોની, લોકોનું આવું હતુ રિએક્શન