champions trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ભારતીય ટીમ તેની બધી મેચ પાકિસ્તાનની બહાર રમશે. કારણ કે BCCI એ પહેલાથી જ કહ્યું હતું કે તે આ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલશે નહીં. પરંતુ કેપ્ટન રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જઈ શકે છે. ચાલો જાણીએ કે આ પાછળનું કારણ શું છે.

વાસ્તવમાં ICC ટુર્નામેન્ટ પહેલા બધા કેપ્ટનોએ એક ફોટોશૂટમાં ભાગ લેવો પડે છે. ટુર્નામેન્ટ વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે બધા કેપ્ટનોનો ટ્રોફી સાથે ફોટોગ્રાફ લેવામાં આવે છે. જો આવું કોઈ ફોટોશૂટ થાય તો રોહિત શર્માને પાકિસ્તાન જવું પડી શકે છે. જોકે, અત્યાર સુધી પીસીબી, આઈસીસી અને બીસીસીઆઈએ રોહિતની પાકિસ્તાન મુલાકાત અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે. ભારત સિવાયની બધી ટીમો પાકિસ્તાનમાં પોતાની મેચ રમશે. ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામેની વ્હાઇટ બોલ સીરિઝની તૈયારી કરી રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચ રમવાની છે.

ભારતે પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં  પ્રથમ મેચ 2013માં  જીતી હતી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ વર્ષ 2004માં રમાઈ હતી, જેમાં પાકિસ્તાની ટીમનો 3 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં મોહમ્મદ યુસુફે 81 રનની ઇનિંગ રમીને પાકિસ્તાનને જીત અપાવી હતી. આ પછી, બીજી મેચ વર્ષ 2009માં થઈ, જેમાં પાકિસ્તાન 54 રને જીત્યું. ભારતીય ટીમને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે પહેલી જીત મળી હતી. ત્યારબાદ ભારતીય ટીમે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.

બંને ટીમોએ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે

સૌરવ ગાંગુલીની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની સંયુક્ત વિજેતા બની હતી. ત્યારબાદ ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલ મેચ વરસાદને કારણે થઈ શકી ન હતી, જેમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ પછી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2013નો ખિતાબ જીત્યો હતો. અત્યાર સુધીમાં ભારત બે વખત અને પાકિસ્તાને એક વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. 

Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, કમિન્સના રમવા પર સસ્પેન્સ