ICC Cricket World Cup Qualifiers 2023: ક્રિકેટની દુનિયામાં અત્યારે સૌથી મોટી મહાકુંભ વનડે વર્લ્ડકપને લઇને એક પછી એક મોટા અપડેટ સામે આવી રહ્યાં છે, હવે આ ટૂર્નામેન્ટને લઇને એક ચોંકાવનારુ અપડેટ સામે આવ્યુ છે. ચાર વર્ષે રમાતા વનડે વર્લ્ડકપમાં દરેક દેશની ટીમ વર્લ્ડકપ રમવાનું સપનું જુએ છે. જોકે, આ વખતે ભારતમાં રમાનારા વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડની ટીમો જોવા નહીં મળે. ખરેખરમાં, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે ઉપરાંત આયર્લેન્ડ પણ આ વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ નથી કરી શક્યુ, ખાસ વાત છે કે, પોતાની ટીમ વનડે વર્લ્ડકપની રેસમાંથી બહાર ફેંકાઇ જતા આયરલેન્ડના કેપ્ટનને મોટો આઘાત લાગ્યો છે, ક્વૉલિફાયર રાઉન્ડમાં મળેલી હાર બાદ ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબિર્નીએ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી છે.


દિગ્ગજે તાત્કાલિક છોડી દીધી કેપ્ટનશીપ - 
આયર્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબિર્નીએ વનડે વર્લ્ડકપમાંથી ટીમની બહાર થયા બાદ સફેદ બૉલ ક્રિકેટમાં કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ વાતની પુષ્ટિ ખુદ આયર્લેન્ડ ક્રિકેટે કરી છે. એન્ડ્ર્યૂ બાલબિર્ની 2019 ODI વર્લ્ડકપથી ટીમનો કેપ્ટન હતો. હવે આયર્લેન્ડ ક્રિકેટે તેના સ્થાને ઓપનર પૉલ સ્ટર્લિંગને વચગાળાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.






જાણો કેપ્ટનશીપ છોડ્યા બાદ શું બોલ્યો એન્ડ્ર્યૂ બાલબિર્ની - 
એન્ડ્ર્યૂ બાલબિર્નીએ કહ્યું - ઘણો વિચાર કર્યો બાદ મેં ODI અને T20I કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટીમનું નેતૃત્વ કરવું એ ખૂબ જ સન્માનની વાત છે. મારા સાથી ખેલાડીઓને મારા પર વિશ્વાસ કરવા અને મને સપોર્ટ કરવા બદલ હુ આભારી છું, હું ખેલાડીઓ, કૉચ અને ફેન્સનો ખુબ આભારી છું.






એન્ડ્ર્યૂ બાલબિર્નીએ કહ્યું -મને લાગે છે કે આ મારા માટે યોગ્ય સમય છે, પરંતુ હું આ ટીમ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવાનું ચાલુ રાખીશ અને બેટ સાથે યોગદાન આપવા માટે સખત મહેનત પણ કરીશ. આશા છે કે આગામી કેટલાક વર્ષો અમારા માટે સારા રહેશે. બધાનો આભાર.














-


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial