IND vs BAN Live: ભારતે બાંગ્લાદેશને 50 રનથી આપી હાર, કુલદીપ યાદવની 3 વિકેટ
IND vs BAN Live Score: અહીં તમને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચનો સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે. ભારતીય ટીમે સેમિફાઇનલ માટે પોતાનો દાવો મજબૂત કરવા માટે આજે કોઈપણ ભોગે જીતવી જરૂરી છે.
T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એન્ટીગુઆના નોર્થ સાઉન્ડ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં સુપર-8 મુકાબલો રમાયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 197 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શકી હતી. ભારત 50 રને જીત્યું હતું. હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.
બાંગ્લાદેશનો સાતમો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. જસપ્રીત બુમરાહે રિશાદ હાઉસનને આઉટ કર્યો. રિશાદ હાઉસને 10 બોલમાં 24 રન બનાવ્યા હતા. હવે બાંગ્લાદેશનો સ્કોર 19 ઓવર બાદ 7 વિકેટે 142 રન છે.
18 ઓવરના અંતે બાગ્લાદેશનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 137 રન છે. રાશિદ હોસન 24 અને મહમુદુલ્લાહ 12 રને રમતમાં છે. અક્ષર પટેલે નાંખેલી 18મી ઓવરમાં 2 સિક્સર સહિત કુલ 15 રન આવ્યા હતા.
17 ઓવરના અંતે બાગ્લાદેશનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 122 રન છે. રાશિદ હોસને 11 અને મહમુદુલ્લાહ 9 રને રમતમાં છે. જેકર અલી 1 રન બનાવી અર્શદીપની ઓવરમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.
15.3ઓવરના અંતે બાગ્લાદેશનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 109 રન છે. શાન્ટો 40 રન બનાવી બુમરાહની ઓવરમાં અર્શદીપ સિંહના હાથે કેચ આઉટ થયો હતો.
13.3ઓવરના અંતે બાગ્લાદેશનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 98 રન છે. શાન્ટો 27 રને રમતમાં છે. શાકીબ અલ હસન 11 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો.
11.1 ઓવરના અંતે બાગ્લાદેશનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 76 રન છે. હૃદય 4 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. શાન્ટો 27 રને રમતમાં છે. બાંગ્લાદેશન જીતવા 53 બોલમાં 121 રનની જરૂર છે.
11 ઓવરના અંતે બાગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 76 રન છે. શાન્ટો 27 રને અને હૃદય 4 રને રમતમાં છે. 54 બોલમાં 121 રનની જરૂર છે.
કુલદીપ યાદવે હસનને 29 રને એલબીડબલ્યુ આઉટ કરાવી ભારતને બીજી સફળતા અપાવી હતી. 10 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 67 રન છે. શાન્ટો 21 રને અને હ્દોય 1 રને રમતમાં છે. બાંગ્લાદેશને જીતવા 60 બોલમાં 130 રનની જરૂર છે.
9 ઓવરના અંતે બાગ્લાદેશનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 64 રન છે.હસન 28 અને શાન્ટો 20 રને રમતમાં છે. શાન્ટોએ હાર્દિકની ઓવરમાં 2 સિક્સ મારી હતી.
ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સાતમી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં 4 રન બનાવ્યા હતા. હવે બાંગ્લાદેશનો સ્કોર 7 ઓવરમાં 47 રન છે. અત્યારે બાંગ્લાદેશને 78 બોલમાં 150 રનની જરૂર છે.
ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે. ખતરનાક દેખાતા લિટન દાસને હાર્દિક પંડ્યાએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. લિટન દાસે 10 બોલમાં 13 રન બનાવ્યા હતા. હવે બાંગ્લાદેશનો સ્કોર 5 ઓવર પછી 38 રન છે.
મુસ્તાફિઝુર રહેમાને 20મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં કુલ 18 રન આવ્યા. નો-બોલને કારણે હાર્દિકે ફ્રી હિટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં કુલ 3 ચોગ્ગા આવ્યા અને હાર્દિક પંડ્યાએ 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. ભારતે 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા. બાંગ્લાદેશને જીતવા માટે 197 રન બનાવવા પડશે.
રિશાદ હુસૈનની ઓવરના પહેલા બોલ પર શિવમ દુબેએ મોટો સિક્સર ફટકારી હતી. બીજા જ બોલ પર, દુબે મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે ક્લીન બોલ્ડ થયો. તેણે 24 બોલમાં 34 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ સિક્સર ફટકારી છે, તેણે હવે 18 બોલમાં 28 રન બનાવ્યા છે. અક્ષર પટેલ 1 રન બનાવીને પંડ્યા સાથે રમી રહ્યો છે.
તન્ઝીમ હસને 17મી ઓવરમાં 9 રન આપ્યા હતા. શિવમ દુબેએ ઓવરના ચોથા બોલ પર સ્કાયસ્ક્રેપર સિક્સર ફટકારી હતી. ઓવરમાં કુલ 9 રન આવ્યા. ભારતે 17 ઓવરના અંતે 155 રન બનાવ્યા છે.
મેહદી હસને 15મી ઓવરમાં 14 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ ઓવરમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. હાર્દિક પંડ્યા 11 બોલમાં 18 રન બનાવ્યા બાદ હવે ક્રિઝ પર છે અને શિવમ દુબે 14 બોલમાં 10 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે.
રિષભ પંત શાનદાર બેટિંગ કરી રહ્યો ula. પંતે રિશાદ હુસૈનની ઓવરમાં એક સિક્સ અને ફોર ફટકારી હતી. ચોથા બોલ પર, પંત રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે તનઝિમ હસનના હાથે કેચ આઉટ થયો હતો. પંતે 24 બોલમાં 36 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો સ્કોર 10 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 83 રન છે. રિષભ પંત 15 બોલમાં 12 રન અને શિવમ દુબે 4 બોલમાં 2 રન બનાવીને રમતમાં છે.
9 મી ઓવરમાં ભારતને ડબલ ઝટકા લાગ્યા હતા. વિરાટ કોહલી 37 રન અને સૂર્યકુમાર યાદવ 6 રન બનાવી આઉટ થયા હતા. બંને વિકેટ હસન સાકિબે લીધી હતી. 9 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 79 રન છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો સ્કોર 8 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 71 રન છે. આ ઓવરમાં 15 રન આવ્યા હતા. વિરાટ કોહલી 37 અને પંત 9 રને રમતમાં છે.
6 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 53 રન છે. વિરાટ કોહલી 18 બોલમાં 27 રન અને રિષભ પંત 3 રને રમતમાં છે.
મેહદી હસને 5મી ઓવર નાખી. ઓવરમાં માત્ર 3 રન આવ્યા હતા. વિરાટ કોહલી 13 બોલમાં 17 રન અને રિષભ પંત 6 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત આઉટ થયા બાદ ભારતની રન ગતિ પર બ્રેક લાગી છે.
4 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 39 રન છે. રોહિત શર્મા 11 બોલમાં 23 રન બનાવી શાકીબ અલ હસનની ઓવરમાં આઉટ થયો હતો. કોહલી 16 રને રમતમાં છે.
તન્ઝીદ હસન, લિટન દાસ(વિકેટકિપર), નજમુલ હુસૈન શાંતો(કેપ્ટન), તોહીદ હ્રિદોય, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ, જેકર અલી, રિશાદ હુસૈન, મહેદી હસન, તનઝીમ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ
આઈસીસી ટી20 વર્લ્ડકપના સુપર 8 મુકાબલામાં આજે ભારત-બાંગ્લાદેશનો મુકાબલો છે. મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
બ્રેકગ્રાઉન્ડ
India vs Bangladesh, 47th Match, Super 8 Group 1: T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચ એન્ટીગુઆના નોર્થ સાઉન્ડ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર, મેચનો ટોસ સાંજે 7:30 વાગ્યે થશે, જ્યારે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. સાથે જ બાંગ્લાદેશની ટીમ પણ અપસેટ સર્જી શકે છે. આવી સ્થિતિમાં રોહિત સેના બાંગ્લાદેશને બિલકુલ હળવાશથી લેવા માંગતી નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એન્ટીગુઆમાં આજે વરસાદની બહુ ઓછી સંભાવના છે. હવામાન સંબંધિત વેબસાઈટ Weather.com અનુસાર, મેચ દરમિયાન 18 થી 24 ટકા વરસાદની આશંકા છે. જો મેચ પહેલા વરસાદ નહીં પડે તો મેચ સમયસર શરૂ થશે. જો વરસાદ પડે તો મેચમાં વિલંબ થઈ શકે છે.
હેડ ટુ હેડ
T20 ઈન્ટરનેશનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વાત મુકાબલાની વાત કરીએ તો બાંગ્લાદેશની ટીમે ટીમ ઈન્ડિયાને એક વખત હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમે બાંગ્લાદેશને 11 વખત હરાવ્યું છે.
T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 મેચમાં ભારતે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ મેચમાં કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે કુલદીપ બાંગ્લાદેશ સામે પણ એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. તેમની સાથે સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતનું પ્રદર્શન પણ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન- તંજીદ હસન તમીમ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), લિટન કુમાર દાસ, શાકિબ અલ હસન, તૌહીદ હ્રદોય, મહમુદુલ્લાહ, ઝાકિર અલી, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને તન્ઝીમ શાકિબ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -