India vs England, 4th Warm-up game: ODI વર્લ્ડ કપ 2023 ક્રિકેટનો આ મહાકુંભ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, પરંતુ શુક્રવારથી વોર્મ-અપ મેચો શરૂ થઈ ગઈ છે. હવે આવતીકાલે એટલે કે 30 સપ્ટેમ્બર શનિવારના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વોર્મ-અપ મેચ રમાશે. આ મેચમાં બંને ટીમો પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે બહાર આવીને વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપી શકે છે. બંને ટીમો પાસે વર્લ્ડ કપ માટે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાની આ શ્રેષ્ઠ તક છે.
તમને જણાવી દઈએ કે વોર્મ-અપ મેચમાં તમામ 15 ખેલાડીઓનો ઉપયોગ કરી શકાય છે. જો કે માત્ર 11 ખેલાડીઓ જ બેટિંગ કરશે, પરંતુ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાની જરૂર રહેશે નહીં. કોઈપણ ગમે ત્યાં બેટિંગ કરી શકે છે અને કોઈપણ ગમે ત્યાં બોલિંગ કરી શકે છે.
ભારત-ઈંગ્લેન્ડ મેચ વરસાદના કારણે ધોવાઈ શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં વરસાદની પ્રબળ સંભાવના છે. Weather.com ના અહેવાલ મુજબ ગુવાહાટીમાં શનિવારે વરસાદની 50-55 ટકા સંભાવના છે.
ભારત-ઈંગ્લેન્ડ મેચ ક્યારે અને ક્યાં રમાશે ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ પ્રેક્ટિસ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.
ભારત-ઈંગ્લેન્ડ મેચ લાઈવ ક્યાં જોઈ શકાશે ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ વોર્મ-અપ મેચ ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. ચાહકો આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પર જોઈ શકે છે. જ્યારે ઓનલાઈન મેચ જોઈ રહેલા દર્શકો આ મેચ હોટ સ્ટાર પર જોઈ શકે છે.
ભારતની પ્રથમ મેચ 30 સપ્ટેમ્બર શનિવારના રોજ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પછી ટીમની બીજી મેચ 3 ઓક્ટોબરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે થશે. ભારતીય સમયાનુસાર મેચો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે.
2023 ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ.
2023 ODI વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમ- જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, સૈમ કર્રન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ.