ICC ODI Ranking: વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં જોરદાર ફાયદો થયો છે. વર્ષની શરૂઆતમાં કોહલીએ શ્રીલંકા સામેની બીજી વનડેમાં સદી ફટકારીને કારકિર્દીની 45મી સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીએ શાનદાર સદી ફટકારી નવા વર્ષે સકારાત્મક શરૂઆત કરી છે જ્યારે બીજી બાજુ વન ડે રેંકિંગમાં તેને 2 સ્થાનની છલાંગ લગાવી છઠ્ઠા નંબરે આવી ગયો છે. કોહલી સિવાય રોહિત શર્માને 1 સ્થાનનો ફાયદો મળ્યો છે. 


રોહિત શર્મા તાજેતરની ODI રેન્કિંગમાં 8માં નંબર પર છે. જ્યારે બાબર આઝમ હાલ ODI રેન્કિંગનો બાદશાહ છે. રાસી વૈન ડેર ડૂસન બીજા નંબરે છે. પાકિસ્તાનનો ઈમામ ઉલ હક ત્રીજા નંબર પર પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક ચોથા નંબર પર છે. ડેવિડ વોર્નર રેન્કિંગમાં પાંચમા નંબરે છે.


જ્યારે બોલિંગ ક્વોટાની વાત કરવામાં આવે તો ભારતના મોહમ્મદ સિરાજને બોલિંગ રેન્કિંગમાં ફાયદો થયો છે. સિરાજે શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં 2 વિકેટ ઝડપી હતી જેના કારણે તે 4 સ્થાનની છલાંગ લગાવી ગયો છે. બોલિંગ વનડે રેન્કિંગમાં સિરાજ 18માં નંબર પર છે.


જો  T20 બેટ્સમેનોની નવી ICC રેન્કિંગની વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન સુયકુમાર યાદવ અહીં ફરી એકવાર ચમક્યો છે. કારણ કે નવી રેન્કિંગમાં સુયારકુમાર યાદવ 908 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે બીજા નંબર પર પાકિસ્તાનનો રિઝવાન છે. શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ટી-20 શ્રેણીની છેલ્લી મેચમાં સૂર્યકુમાર યાદવે સૌના દિલ જીતી લીધા હતા. તેણે પ્રવાસી ટીમ શ્રીલંકા સામે ઝંઝાવાતી સદી ફટકારી હતી. જેનો સીધો ફાયદો તેને આઈસીસી રેન્કિંગમાં થયો છે. ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન નંબર વન પર છે. સ્ટીવ સ્મિથ અત્યારે બીજા નંબર પર અને પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા નંબર પર છે.


નોંધપાત્ર વાત એ છે કે વર્તમાનમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. જેની પ્રથમ મેચ મંગળવારે રમાઈ હતી. આ મેચમાં ભારતે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 67 રનથી જીત મેળવી હતી. બીજી તરફ આ મેચમાં ભારત તરફથી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. કોહલીએ આ મેચમાં શ્રીલંકા સામે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. જેનો સીધો ફાયદો તેને ODI રેન્કિંગમાં થયો છે.


સિરાજને ODI બોલરોની રેન્કિંગમાં થયો ફાયદો 


ઉલ્લેખનીય છે કે, હાલ ભારતીય ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ બોલરે શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ વનડેમાં ઘાતક બોલિંગ કરતા 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શન બાદ સિરાજને વનડેમાં બોલરોની રેન્કિંગમાં સીધો ફાયદો થયો છે.