નવી દિલ્હીઃ ક્રિકેટની આંતરરાષ્ટ્રીય સંસ્થા આઇસીસીએ આ દાયકાની સૌથી બેસ્ટ ટીમોની જાહેરાત કરી છે, દાયકાની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે, જેમાં ભારતના બે ખેલાડીઓને જગ્યા મળી છે.

આઇસીસીએ જાહેર કરેલી બેસ્ટ ડિકેટ ટેસ્ટ ટીમમાં ભારતના વિરાટ કોહલી અને આર અશ્વિનને સામેલ કરવામાં આવ્યા છે, ખાસ વાત છે કે આ ટીમની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે. ટીમમાં ઇંગ્લેન્ડના ચાર, ઓસ્ટ્રેલિયા અને ભારતના બે-બે ખેલાડી, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડના એક-એક ખેલાડી પોતાની જગ્યા બનાવવામાં સફળ થયા છે.

ICC Men's Test Team Of the Decade:-
એલિસ્ટર કૂક, ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, વિરાટ કોહલી (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, કુમાર સાંગાકારા (વિકેટકીપર), બેન સ્ટૉક્સ, આર.અશ્વિન, ડેલ સ્ટેન, સ્ટુઅર્ટ બ્રૉડ, જેમ્સ એન્ડરસન.



આ ઉપરાંત આઇસીસીએ દાયકાની બેસ્ટ વનડે અને ટી20 ટીમો પણ જાહેર કરી છે......

ICCએ જાહેર કરેલી દાયકાની શ્રેષ્ઠ વન ડે ટીમ
- રોહિત શર્મા, ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શાકિબ અલ હસન, એમ એસ ધોની(કેપ્ટન), બેન સ્ટોક્સ, મિચેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, ઇમરાન તાહિર, લસિથ મલિંગા



ICCએ જાહેર કરેલી દાયકાની શ્રેષ્ઠ T20 ટીમ
રોહિત શર્મા, ક્રિસ ગેઇલ, એરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, એમએસ ધોની, કિરોન પોલાર્ડ, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા