બુમરાહે આ કેપ્ટન વિરાટ કોહલીને પગાર મામલે પાછળ પાડી દીધો છે. કોહલીને આ વર્ષે 1.29 કરોડ રૂપિયા મળ્યા છે. બુમરાહે એક વર્ષમાં નવ વન ડે, આઠ ટી-20 અને ચાર ટેસ્ટ મેચ રમી છે, જ્યારે કોહલીએ નવ વન-ડે અને 10 ટી-20 રમી છે.
બીસીસીઆઈ દરેક ભારતીય ક્રિકેટરને એક ટેસ્ટ રમવાના રૂ. 15 લાખ, એક વન-ડે રમવાના રૂ. છ લાખ અને એક ટી-20 મેચ રમવાના રૂ. 3 લાખ ચૂકવે છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે રવીન્દ્ર જાડેજા છે, જેને એક વર્ષની સેલેરી તરીકે રૂ. 96 લાખ મળ્યા છે. તેણે આ વર્ષે બે ટેસ્ટ, નવ વન-ડે અને ચાર ટી-20 મેચ રમી છે. જોકે, આ રકમમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો સમાવેશ નથી થતો.
એક વર્ષમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની કમાણી
જસપ્રીત બુમરાહ - 1.38 કરોડ
વિરાટ કોહલી - 1.29 કરોડ
રવીન્દ્ર જાડેજા - 96 લાખ
અજિંક્ય રહાણે - 60 લાખ
ઋષભ પંત - 57 લાખ
રોહિત શર્મા - 30 લાખ