આઈસીસીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આ દાયગાનો સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર પસંદ કર્યો છે. આ દાયકામાં વનડે ક્રિકેટમાં કોહલી એકમાત્ર એવો ક્રિકેટર રહ્યો, જેણે 10,000થી વધારે રન બનાવ્યા છે. ગઈકાલે એટલે કે રવિવારે આઈસીસીએ વિરાટ કોહલીના આ દાયકાના પોતાના ત્રણેય ફોર્મેટની ટીમમાં સ્થાન આપ્યું હતું. ઉપરાંત આઈસીસીએ કોહલીને આ દાયકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનાવ્યો હતો.


આ દાયકામાં વિરાટ કોહલીનું પ્રદર્શન અદ્ભુત રહ્યું છે. વનડે ક્રિકેટમાં તેણે આ દાયકામાં સૌથી વધારે રન, સૌથી વધારે સેન્ચુરી અને સૌથી વધારે હાફ સેન્ચુરી ફટકારી છે. આ દાયકામાં કોહલીના બેટથી 39 સેન્ચુરી અને 48 હાફ સેન્ચુરી નીકળી છે. ઉપરાંત તેણે 122 કેચ પણ પકડ્યા છે.

આ પહેલા ગઈકાલે એટલે કે વિવારે આઈસીસીએ આ દાકયાની ટેસ્ટ, વનડે અને ટી20 ટીમની જાહેરાત કરી હતી. આઈસીસીએ આ દાયકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીને બનાવ્યો હતો, તો વનડે અને ટી20 ટીમમાં કેપ્ટન એમએસ ધોનીને બનાવ્યો હતો. જોકે વિરાટ કોહલી એકમાત્ર એવા ક્રિકેટર છે જેણે આઈસીસીએ આ દાયકાની પોતાનું ત્રણેય ટીમમાં સ્થાન બનાવ્યું છે.


આઈસીસીની આ દાયકાની ટેસ્ટ ટીમમાં ભારતે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનને સ્થાન મળ્યું હતું. જ્યારે વનડે ટીમમાં આઈસીસીએ રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમએસ ધોનીને સામેલ કર્યા હતા. ઉપરાંત આઈસીસીએ આ દાયકાની ટી20માં ચાર ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું હતું. તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, એમએસ ધોની અને જસપ્રીત બુમરાહના નામ સામેલ છે.