નવી દિલ્હીઃ આઇસીસીએ રવિવારે દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમો જાહેર કરી દીધી, આમાં વનડે, ટેસ્ટ અને ટી20 ટીમો સામેલ છે. આ ટીમોમા દાયકાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ આમાં ટી20માં પાકિસ્તાનના બાબર આઝમનુ નામ ના આવતા પૂર્વ પાક બૉલર શોએબ અખ્તરે આઇસીસી પર ભડકા કાઢી છે. તેને આઇસીસીની દાયકાની સર્વશ્રેષ્ઠ ટી20 ટીમને આઇપીએલની ટીમ ગણાવી દીધી છે.


ખરેખરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાં આઇસીસી દાયકાની ટીમમાં પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો સહિત કોઇપણ ખેલાડીને જગ્યા નથી મળી. આ વાતને લઇને શોએબ અખ્તર આઇસીસી પર ગિન્નાયો છે, અને તેનો ગુસ્સો ઠાલવ્યો છે.

અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, મને લાગે છે કે આઇસીસી એ ભુલી ગયુ કે પાકિસ્તાન પણ આઇસીસીનુ સભ્ય છે, અને તે ટી20 રમે છે. તેમને બાબર આઝમને નથી સિલેક્ટ કર્યો, જે હાલમાં આઇસીસી ટી20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન છે. પાકિસ્તાનના એકપણ ખેલાડીને ટીમમાં નથી સામેલ કરાયો. અમને તમારી દાયકાની ટી20 ટીમની જરૂર નથી, કેમકે તમે આઇપીએલ ટીમની જાહેરાત કરી છે ના કે વર્લ્ડ ક્રિકેટ ટીમની.

(પ્રતિકાત્મક તસવીર)

ICCએ જાહેર કરેલી દાયકાની શ્રેષ્ઠ T20 ટીમ
રોહિત શર્મા, ક્રિસ ગેઇલ, એરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, એમએસ ધોની (કેપ્ટન), કિરોન પોલાર્ડ, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા