IND vs AUS, T20 WC: ભારત તેની બીજી અને આખરી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી રહ્યું છે.  મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારત તરફથી રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનશિપ કરી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી બેંચ પર બેઠો છે. ભારત આ મેચમાં બેટિંગ ઓર્ડર અને બોલિંગ આક્રમણ નક્કી કરશે. આજની મેચ બાદ ભારતે 24 ઓક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે રમીને ટુર્નામેન્ટની શરૂઆત કરવાની છે.


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેેટિંગ લીધી


ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. સ્ટિવ સ્મિથે 48 બોલમાં 57 રન બનાવ્યા હતા. સ્ટોયનિસ 25 બોલમાં 41 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ગ્લેન મેક્સવેલે 28 બોલમાં 37 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથે બોલમાં રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કોહલી સહિત સાત બોલરોએ બોલિંગ કરી હતી. અશ્વિનને 2 તથા જાડેજા, ભુવનેશ્વર અને ચહરને 1-1 વિકેટ મળી હતી.


અશ્વિને આપ્યો ડબલ ઝટકો


3.2 ઓવરમના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 11 રન પર 3 વિકેટ થઈ ગયો હતો.. રવિચંદ્રન અશ્વિન રોહિત શર્માની કેપ્ટનશિપ સાથે જ જૂના રંગમાં પાછો ફર્યો તેમ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાના કેંપમાં સોંપો પાડી દીધો હતો. ઈનિંગની બીજી જ ઓવરમાં અશ્વિને ડેવિડ વોર્નરને 1 રનના સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. જ્યારે બીજા જ બોલે મિશેલ માર્શને ખાતું પણ ખોલવા દીધું નહોતું, અશ્વિને બે બોલમાં બે વિકેટ લીધી હતી. જાડેજાએ ફિંચને 8 રને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.




ભારત આ ખેલાડીઓ સાથે રમી રહ્યું છે


કેએલ રાહુલ, રોહિત શર્મા, ઈશાન કિશન, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચહર, વરૂણ ચક્રવર્તી


બેન્ચઃ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી


આ પણ વાંચોઃ T20 World Cup: શાર્દૂલ ઠાકુરને છેલ્લી ઘડીએ કોના એક ફોનથી   T-20 વર્લ્ડ કપની ટીમમાં લઈ લેવાયો ?