IND vs BANG, 1 Innings Highlight: T20 વર્લ્ડ કપ 2022માં આજે બીજી મેચમાં ભારત અને બાંગ્લાદેશ આમને-સામને છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે. પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા છે. આજની મેચમાં ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ ફરી ફોર્મમાં પરત આવ્યો હતો 50 રન બનાવ્યા હતા. આ સાથે વિરાટ કોહલીએ પણ શાનદાર અડધી સદી ફટકારી હતી.


રોહિત સસ્તામાં આઉટઃ


બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનો નિર્ણય સાચો સાબિત થયો અને તસ્કીન અહેમદ અને હસન મહમૂદે શરૂઆતમાં મજબૂત બોલિંગ કરીને ભારતીય ઓપનિંગ જોડીને મુશ્કેલીમાં મુકી દીધી. અહીં રોહિત શર્મા 2 રન બનાવીને જલ્દી જ પેવેલિયન પરત ફર્યો હતો. હસન મહમુદે રોહિત શર્મને આઉટ કર્યો હતો.


KL રાહુલ અને વિરાટે બાજી સંભાળીઃ


રોહિતના આઉટ થયા બાદ કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંને વચ્ચે 67 રનની ભાગીદારી થઈ હતી. અહીં કેએલ રાહુલ 32 બોલમાં 50 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. આ પછી કોહલી અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ત્રીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી થઈ હતી. આજની મેચમાં સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 30 રન બનાવીને શાકિબ અલ હસનના બોલ પર આઉટ થયો હતો.


વિરાટની વિસ્ફોટક ઈનિંગઃ


વિરાટ કોહલી એક છેડે રહ્યો પરંતુ બીજા છેડેથી વિકેટો સતત પડતી રહી હતી. હાર્દિક પંડ્યા 5 રન, દિનેશ કાર્તિક 7 રન અને અક્ષર પટેલ 7 રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. જો કે, વિરાટ કોહલીએ 44 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી.






આ પણ વાંચો....


T20I ranking: સૂર્યકુમાર યાદવ બન્યો ટી20નો બાદશાહ, પાકિસ્તાનના રિઝવાનને નંબર વનની પૉઝિશન પરથી પછાડ્યો