ટી20 વર્લ્ડ કપ 2026 ની શરુઆત 7 ફેબ્રુઆરીથી થશે. ટુર્નામેન્ટનો પહેલો મુકાબલો પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બંને સેમિફાઇનલ માટેના સ્થળો પણ નક્કી થઈ ગયા છે. પહેલો સેમિફાઇનલ કોલકાતામાં અને બીજો કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મેચ કોલંબોમાં રમાશે.

Continues below advertisement

Continues below advertisement

2024ના T20 વર્લ્ડ કપની જેમ આગામી વર્લ્ડ કપમાં 20  ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ 15  ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે. ગત સિઝનની જેમ, આઠ ટીમો સુપર 8 તબક્કામાંથી સેમિફાઇનલ અને પછી ફાઇનલમાં પહોંચશે.

ભારતના ગ્રુપમાં કોણ-કોણ ? સંપૂર્ણ  શેડ્યૂલ

ભારત, પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ અને નામિબિયાને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત તેની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ USA સામે રમશે, જે મુંબઈમાં રમાશે.

  • ભારત વિરુદ્ધ યુએસએ - 7 ફેબ્રુઆરી (મુંબઈ)
  • ભારત વિરુદ્ધ નામિબિયા - 12 ફેબ્રુઆરી (દિલ્હી)
  • ભારત વિરુદ્ધ પાકિસ્તાન - 15 ફેબ્રુઆરી (કોલંબો)
  • ભારત વિરુદ્ધ નેધરલેન્ડ - 18 ફેબ્રુઆરી (અમદાવાદ)

આગામી વર્ષના ICC T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે.  ભારત અને શ્રીલંકા આ ટી20 ટીમોની વૈશ્વિક ટુર્નામેન્ટનું આયોજન કરશે. ભારત ટાઇટલ બચાવવાના ઇરાદા સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2024માં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટની 10 મી આવૃત્તિ છે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે.

દિગ્ગજોની હાજરીમાં શેડ્યૂલ જાહેર

દિગ્ગજોની હાજરીમાં ICC T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ICC પ્રમુખ જય શાહ, ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, 2024 માં T20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરનાર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વર્તમાન ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ મિથુન મનહાસ, સચિવ દેવજીત સૈકિયા અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા હાજર રહ્યા હતા. 

ભારતમાં કુલ પાંચ સ્થળોએ મેચોનું આયોજન કરવામાં આવશે, જ્યારે શ્રીલંકાના ત્રણ સ્થળોએ આ વૈશ્વિક ટુર્નામેન્ટની મેચોનું આયોજન કરવામાં આવશે. ભારતમાં, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ મેચોનું આયોજન કરશે.