નવી દિલ્હીઃ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં આઈસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ રમાવાનો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આઈસીસી ક્રિકેટ કમિટીની બેઠકમાં વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવાનો પ્રસ્તાવ લાવી શકે છે. આ મહને રમાયેલ આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં સેમીફાઈનલ મેચમાં રિઝર્વ ડે ન હોવાને કારણે ઘણો વિવાદ થયો હતો.

વરસાદને કારણે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે મહિલા વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલ મેચ રદ્દ કરવામાં આવી હતી. રિઝર્નવ ડે ન હોવાને કારણે ટીમ ઇન્ડિયાને લીગ રાઉન્ડમાં વધારે પોઈન્ટ્સને આધારે ફાઈનલમાં સ્થાન મળી ગયું હતું. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી.

અત્યાર સુધીના કાર્યક્રમ અનુસાર આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડકપનું આયોજન થવાનું છે. ટૂર્નામને્ટની ફાઈનલ મેચ 15 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જોકે હજુ સુધી સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં નથી આવ્યો. મહિલા વર્લ્ડ કપની જેમ જ આ વર્લ્ડકપમાં પણ સેમીફાઈનલ મેચ રદ્દ થવા પર ગ્રુપ સ્ટેજમાં વધારે પોઈન્ટ્સ મેળવનારી ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરશે.

વનડે વર્લ્ડ કપમાં રાખવામાં આવે છે રિઝર્વ ડે

જોકે આઈસીસીના અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે મધ્યમાં ક્રિકેટ કમિટીની બેઠક થવાની છે. આ બેઠકમાં આઈસીસી ટી20 વર્લ્ડકપના કાર્યક્રમમાં ફેરફાર પર વિચાર કરી શકે છે. આઈસીસીએ જાણકારી આપી છે કે આ બેઠકમાં તમામ દેશોના ક્રિકેટ બોર્ડ ટૂર્નામેન્ટને લઈને પોતાની સલાહ આપી શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એક અધિકારીએ કહ્યું કે, તે આ બેઠકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે જાણકારી આપી છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલ મેચમાં રિઝર્વ ડે રાખવાની સલાહ આઈસીસીને આપશે.

વિતેલા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલ વનડે વર્લ્ડકપમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલ સેમીફાઈનલ મેચમાં વરસાદને કારણે રદ્દ કરવી પડી હતી. જોકે રિઝર્વ ડે હોવાને કારણે આ મેચ આગામી દિવસે રમાઈ અને ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.