Australia become world number one team in ODI: ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ રવિવારે વન-ડે ફોર્મેટમાં વિશ્વની નંબર વન ટીમ બની હતી. કાંગારૂઓએ પાકિસ્તાનને પછાડીને વન-ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 123 રને હરાવીને વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.






પાકિસ્તાનની ટીમ બીજા નંબરે પહોંચી


ઓસ્ટ્રેલિયા હવે 121 રેટિંગ સાથે નંબર વન પર પહોંચી ગયું છે. જ્યારે પાકિસ્તાનની ટીમ 120 રેટિંગ સાથે બીજા સ્થાને સરકી ગઈ છે. ભારત 114 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે અને ન્યૂઝીલેન્ડ 106 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 99 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.


ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરમાં 102 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો


સાઉથ આફ્રિકા સામેની બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે માત્ર 10 ઓવરમાં ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની ધરતી પર વનડે મેચોમાં આ સિદ્ધિ ક્યારેય કોઇ હાંસલ કરી શક્યું નથી. પરંતુ ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડની જોડીએ ઈતિહાસ રચી દીધો. આ રીતે ઓસ્ટ્રેલિયા આફ્રિકામાં પ્રથમ 10 ઓવરમાં 100થી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.              






ઓસ્ટ્રેલિયાએ 392 રન બનાવ્યા


બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરના 106 અને માર્નસ લાબુશેન 124 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 392 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકા 41.5 ઓવરમાં માત્ર 269 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકા માટે ડી કોકે 45 રન, બાવુમાએ 46 રન, હેનરિક ક્લાસને 49 રન અને ડેવિડ મિલરે 49 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી