ICC Test Ranking: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારત અને ઓસ્ટ્રેલિયા સીરીઝ બાદ બેટ્સમેન અને બોલરોના રેન્કિંગની યાદી બહાર પાડી છે. લેટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ભારે નુકસાન થયું છે. વિતેલા પાંચ વર્ષમાં પ્રથમ વખત વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગ ટોપ 3માંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ ક્રમ પર છે.

ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન 919 પોઈન્ટ સાથે ટોપ પર છે. સ્ટીવ સ્મિથના રેન્કિંગમાં કોઈ ફેરફાર નથી થયો. સ્મિથ 891 પોઈન્ટ સાથે બીજા ક્રમ પર છે. ભારત વિરૂદ્ધ અંતિમ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર લાબુશેનને રેન્કિંગમાં ફાયદો થયો છે. લાબુશેન વિરાટ કોહલીને પછાડીને ત્રીજા ક્રમ પર આવી ગયો છે. લાબુશેનના 878 પોઈન્ટ છે જ્યારે વિરાટ કોહલીના 862 પોઈન્ટ છે.


શ્રીલંકા વિરૂદ્ધ ડબલ સેન્ચુરી ફટકારનાર જો રૂટ હવે પાંચમાં ક્રમ પર છે. પુજારા સાતમાં ક્રમ પર પહોંચી યો છે જ્યારે રહાણે હવે નવમાં ક્રમ પર છે.

અશ્વિન-બુમરાહને થયો ફાયદો

ભારત વિરૂદ્ધ મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ મેળવનાર પેટ કમિન્સ બોલિંગના રેન્કિંગમાં નંબર વન છે. કમિન્સના 908 પોઈન્ટ છે. સ્ટુઅર્ટ બ્રોડ 847 પોઈન્ટ સાથે બીજા ક્રમ પર્ છે. નીલ વેગનર ત્રીજા સ્થાન પર છે. ભારતના આર અશ્વિન આઠમાં સ્થાન પર આવી ગયો છે જ્યારે જસપ્રીત બુમરાહ પણ હવે નવમાં ક્રમ પર છે.


આ ઉપરાંત ટેસ્ટ સીરીઝમાં જીતનો ફાયદો ટીમ ઇન્ડિયાને પણ થયો છે. ભારત હવે ઓસ્ટ્રેલિયાને પછાડીને ટેન્ટ રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા હવે ટીમ રેન્કિંગમાં ત્રીજા ક્રમ પર આવી ગઈ છે.