ICC Test Rankings: ભારતના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઇસીસી રેન્કિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બોલર બની ગયો છે. 2 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના રેન્કિંગ મુજબ ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહે ટીમના સાથી ખેલાડી રવિ અશ્વિનને પછાડી ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. નોંધનીય છે કે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝમાં બુમરાહ અને અશ્વિને 11-11 વિકેટ લીધી હતી. આમ છતાં ફાસ્ટ બોલર ઓફ સ્પિનરને પછાડીને આગળ થવામાં સફળ રહ્યો હતો. જસપ્રીત બુમરાહના નામે 870 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે બીજા સ્થાને પહોંચી ગયેલા રવિ અશ્વિનના 869 રેટિંગ પોઈન્ટ છે.






ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ 847 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે પેટ કમિન્સ 820 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને અને કગિસો રબાડા 820 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.


યશસ્વી જયસ્વાલ બેટ્સમેનોની ICC ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં સતત બે અડધી સદીથી તેને બે સ્થાનનો ફાયદો થયો છે.  જયસ્વાલના 792 રેટિંગ પોઈન્ટ છે. આશ્ચર્યની વાત એ છે કે બાંગ્લાદેશ સામે શ્રેણી હોવા છતાં વિરાટ કોહલી છઠ્ઠા નંબર પર આવી ગયો છે.


ચેન્નઈમાં રમાયેલી પ્રથમ મેચમાં વિરાટે માત્ર 6 અને 17 રન કર્યા હતા. જ્યારે બીજી મેચમાં તેણે પ્રથમ દાવમાં અણનમ 47 રન અને બીજા દાવમાં અણનમ 29 રન બનાવ્યા હતા. કોહલી ગયા અઠવાડિયે 12મા સ્થાને સરકી ગયો હતો, પરંતુ હવે તેને પણ 6 સ્થાનનો ફાયદો થયો છે. કોહલીના 724 રેટિંગ પોઈન્ટ છે. જો રૂટ 899 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે કેન વિલિયમ્સન 829 રેટિંગ પોઈન્ટ સાથે ટોચના બે બેટ્સમેનોમાં સામેલ થઇ ગયો છે. સ્ટીવ સ્મિથ 757 રેટિંગ પોઈન્ટ સાથે અને ઉસ્માન ખ્વાજા 728 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા અને પાંચમા સ્થાને છે.                                          


રોહિત શર્માના આ 'માસ્ટર પ્લાન'ના કારણે કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશની હાર થઈ, અશ્વિને કર્યો ખુલાસો જાણો મોટું રહસ્ય