ખરેખરમાં, આઇસીસીએ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં હસન અલીની પહેલી ઇનિંગમાં આઉટ થઇ રહેલા ફોટાને બે ભાગમાં શેર કર્યો છે. પહેલા ભાગને જોઇને એવુ લાગે છે હસન અલી જબરદસ્ત પુલ શૉટ ફટકારી રહ્યો છે. પરંતુ બીજી તસવીરમાં તેનુ મીડલ સ્ટમ્પ ઉખડી ગયેલુ દેખાઇ રહ્યું છે. આઇસીસીએ આ તસવીર શેર કરતા લખ્યું - તમારી પ્રૉફાઇલ પિક્ચર વર્સેસ ફૂલ પિક્ચર.. આની સાથે આઇસીસીએ એક હંસવા વાળી ઇમોજી પણ મુકી છે. આ ટ્વીટ બાદ લોકો હસન અલીને જબરદસ્ત ટ્રૉલ કરી રહ્યાં છે.
ખાસ વાત છે કે હસલ અલી મેચમાં ક્લિન બૉલ્ડ થઇ ગયો હતો, તે પછી તેને પોતાના સોશ્યલ મીડિયા પ્રૉફાઇલ પર તે પિક્ચરને કટિંગ કરીને સેટ કર્યુ હતુ, આ ફોટાની પોલ ખોલતા આઇસીસીએ તેનો આખો ફોટો શેર કર્યો હતો. પાકિસ્તાની ક્રિકેટર હસની અલીની ચાલાકીને ICCએ ઓરિજિનલ પિક્ચર મૂકીને પોલ ખોલી નાંખી હતી. હસન અલીએ પહેલી ઇનિંગમાં 21 રનોની ઇનિંગ રમી અને તે કગિસો રબાડાના બૉલ પર બૉલ્ડ થયો હતો. હસન અલી રબાડાનો ટેસ્ટ ક્રિકેટમાં 200મો શિકાર બન્યો હતો.