Women's T20 WC 2023: આજે ફરી એકવાર ભારતીય મહિલા ટીમે મેદાનમાં ઉતરશે, આજે ટીમ ઇન્ડિયાની ટક્કર વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ સામે થવાની છે. આજે પણ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના ન્યૂલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કેરેબિયન ટીમને હરાવવાનો પ્રયાસ કરશે, આ પહેલા ભારતીય ટીમે કટ્ટર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને સાત વિકેટ પહેલી મેચમાં હાર આપી હતી, આ આજની મેચ જીતીને ટીમ ઇન્ડિયા મહિલા ટી20 વર્લ્ડકપમાં સેમિ ફાઇનલમાં જવા પર નજર રાખશે, હરમન પ્રીત કૌરની ટીમે દમદાર અંદાજમાં ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે.  


ભારતીય મહિલા ટીમે બુધવારે એટલે કે આજે 15મી ફેબ્રુઆરીએ મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની બીજી મેચ રમી રહી છે. આ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ આજે ભારતનો સામનો વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે સામે થશે. જોકે, ભારતીય ટીમે પાકિસ્તાન સામે જીતીને આવી છે, તો વળી, વેસ્ટ ઇન્ડિઝની ટીમે ઇંગ્લેન્ડ સામે હારીને આવી છે. આજની મેચમાં ભારત કરતાં વધુ દબાણ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ પર રહેશે.


જો ભારતીય ટીમ આજની મેચ જીતી લે છે, તો તેમના સેમિ ફાઇનલમાં પહોંચવાના ચાન્સીસ ખુબ જ વધી જશે. આજની મેચમાં રિપોર્ટ છે કે, સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાની વાપસી થઇ શકે છે, જો સ્મૃતિની વાપસી થશે તો ટીમની મજબૂતાઇ વધી જશે. વળી, ભારતીય બૉલરો સામે વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને ટકવુ ખુબ જ અઘરુ બની શકે છે, કેમ કે હાલમાં ભારતીય બૉલરો ખુજ સારા ફૉર્મમાં છે. 


હાલમાં બન્ને ટીમોની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બન્ને ગૃપ બીમાં છે. આ ગૃપમાં આ ઉપરાંત ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો પણ સામેલ છે. પાંચ ટીમોના આ ગૃપમાં ટૉપ 2 ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. આવામાં દરેક મેચોમાં ખાસ રણનીતિ સાથે ઉતરવુ જરૂરી બનશે. 


 










--