ICC Women’s World Cup Qualifier 2025: પાકિસ્તાન ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સફળ આયોજન કર્યા બાદ હવે આ દેશ આવતા મહિને વધુ એક મોટી ICC ટૂર્નામેન્ટની યજમાની કરવા જઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે.


ICC દ્વારા 14 માર્ચે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, આ ટુર્નામેન્ટ 9 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન લાહોરના બે અલગ-અલગ મેદાન પર રમાશે. આ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે. જેમાં છ ટીમો ભાગ લેશે અને તેમાંથી ટોચની બે ટીમો ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા મહિલા વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.


ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યજમાન ભારત પહેલેથી જ ICC મહિલા ચેમ્પિયનશિપ (2022-25)માં ટોચના છ સ્થાન મેળવીને વર્લ્ડ કપ માટે સીધું ક્વોલિફાય થઈ ચૂક્યા છે.


મહિલા વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ચાર પૂર્ણ સભ્ય રાષ્ટ્રો બાંગ્લાદેશ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સહયોગી રાષ્ટ્રો સ્કોટલેન્ડ અને થાઈલેન્ડ સાથે સ્પર્ધા કરશે. બાંગ્લાદેશ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ ICC મહિલા ચેમ્પિયનશિપમાં સાતમાથી દસમા સ્થાને રહીને ક્વોલિફાયરમાં પહોંચ્યા છે. જ્યારે થાઈલેન્ડ અને સ્કોટલેન્ડે 28 ઓક્ટોબર 2024 સુધી ICC મહિલા ODI ટીમ રેન્કિંગમાં આગામી બે શ્રેષ્ઠ સ્થાન મેળવીને આ ટૂર્નામેન્ટમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.






ICC મહિલા ODI વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025નું સંપૂર્ણ શેડ્યૂલ



  • 9 એપ્રિલ: પાકિસ્તાન વિ આયર્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ (દિવસ) અને વેસ્ટ ઈન્ડિઝ વિ સ્કોટલેન્ડ, LCCA (દિવસ)

  • 10 એપ્રિલ: થાઈલેન્ડ વિ બાંગ્લાદેશ, LCCA (દિવસ)

  • 11 એપ્રિલ: પાકિસ્તાન વિ સ્કોટલેન્ડ, LCCA (દિવસ) અને આયર્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ, ગદ્દાફી સ્ટેડિયમ (દિવસ)

  • 13 એપ્રિલ: સ્કોટલેન્ડ વિ થાઈલેન્ડ, LCCA (દિવસ) અને બાંગ્લાદેશ વિ આયર્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ (દિવસ/રાત્રિ)

  • 14 એપ્રિલ: પાકિસ્તાન વિ વેસ્ટ ઈન્ડિઝ, ગદ્દાફી સ્ટેડિયમ (દિવસ/રાત્રિ)

  • 15 એપ્રિલ: થાઈલેન્ડ વિ આયર્લેન્ડ, LCCA (દિવસ) અને સ્કોટલેન્ડ વિ બાંગ્લાદેશ, ગદ્દાફી સ્ટેડિયમ (દિવસ/રાત્રિ)

  • 17 એપ્રિલ: બાંગ્લાદેશ વિ વેસ્ટ ઈન્ડિઝ, LCCA (દિવસ) અને પાકિસ્તાન વિ થાઈલેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ (દિવસ/રાત્રિ)

  • 18 એપ્રિલ: આયર્લેન્ડ વિ સ્કોટલેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ (દિવસ/રાત્રિ)

  • 19 એપ્રિલ: પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, ગદ્દાફી સ્ટેડિયમ (દિવસ) અને વેસ્ટ ઈન્ડિઝ વિ થાઈલેન્ડ, LCCA (દિવસ/રાત્રિ)