Womens T20 World Cup 2023: મહિલા ટી20 વર્લ્ડ કપ 2023 10 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે તમામ 10 ટીમો સજ્જ થઈ ગઈ છે, 27 દિવસ સુધી યોજાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 23 મેચો રમાશે. તમામ ટીમોને બે ગ્રુપમા વહેંચવામાં આવી છે, જેમાં દરેક ટીમને 4-4 મેચ રમવાની રહેશે. દરેક ગ્રુપમાંથી  ટોચની 2 ટીમો વિમેન્સ T20 WC સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થશે, ત્યારબાદ ચાર ટીમો પ્લેઓફમાં તેની સામે રમશે.






ઉલ્લેખનીય છે કે મહિલા T20 વર્લ્ડ કપની આ 8મી સીઝન છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આ વખતે પોતાનું ટાઈટલ બચાવવા મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 5 વખત ટાઈટલ જીત્યું છે જ્યારે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ 1-1 વખત ટાઈટલ જીતી ચુકી છે. જ્યારે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં  ભારતીય ટીમ પ્રથમ વખત ટાઈટલ જીતીને ઈતિહાસ રચવા ઈચ્છશે.


વર્લ્ડ કપ માટે 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.


ગ્રુપ-1


ઓસ્ટ્રેલિયા


ન્યૂઝીલેન્ડ


સાઉથ આફ્રિકા


શ્રીલંકા


બાંગ્લાદેશ


 


ગ્રુપ-2


ઇગ્લેન્ડ


ભારત


વેસ્ટ ઇન્ડિઝ


પાકિસ્તાન


આયરલેન્ડ


 


મહિલા T20 વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની મેચ



  • કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ

  • 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ

  • પોર્ટ એલિઝાબેથમાં 18 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ

  • 20 ફેબ્રુઆરીએ ભારત અને આયરલેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં મેચ


 


મહિલા T20 વર્લ્ડ કપ લાઇવ સ્ટ્રીમિંગ


મહિલા ટી-20 વર્લ્ડકપ 2023ની તમામ મેચો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે ટૂર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર ઉપલબ્ધ રહેશે.


ભારતીય ટીમ ટાઈટલ જીતીને ઈતિહાસ રચવા માંગશે


ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં અંડર-19ની કેપ્ટન શેફાલી વર્મા આ યાદીમાં સૌથી આગળ છે. આ સમયે તેના સિવાય બીજો કોઈ ખતરનાક ઓપનિંગ બેટ્સમેન નથી. તેણે 51 ટી20માં 48 સિક્સર ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 134.53 છે. આ સાથે અનુભવી સ્મૃતિ મંધાના પણ ઝડપી રન બનાવવામાં માહિર છે.