Iceland on Pakistan: પાકિસ્તાને અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટી સીરીઝમાં પાકિસ્તાનની હાર સાથે ફજેતી થઇ છે, પાકિસ્તાની ટીમની હાર પર ઘરમાં જો લોકો મજાક ઉડાવી રહ્યાં છે, હવે વિદેશી ટીમો પણ આ રેસમાં કુદી પડી છે. આયરલેન્ડની ટીમે પાકિસ્તાનની મજાક ઉડાવી છે, આયરલેન્ડે એક પછી એક પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં હાર પર ટ્વીટ કર્યા છે, જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
પાકિસ્તાનની આ પાતળી હાલત પર આયરલેન્ડ ક્રિકેટે ખુબ મજા લીધી છે, તેમને પોતાના અધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી લખ્યુ છે - @TheRealPCBને સંદેશ, અમે પાકિસ્તાનો પ્રવાસ કરીને 3-0 થી હારીને બહુજ ખુશ થઇશું, અમે કપાઇને મુરબ્બો બનવા માટે તૈયાર છીએ, અમે માત્ર સંતુલન બનાવવા માટે આ કરી રહ્યાં છીએ અને અમે માત્ર 0.7 રન પ્રતિ ઓવરના હિસાબથી બેટિંગ કરીશું ના કે 7 રન પ્રતિ ઓવરથી.
Pak Vs Eng: પાકિસ્તાનના ઘરઆંગણે પ્રથમવાર સૂપડા સાફ, ઇગ્લેન્ડે 3-0થી કર્યો વ્હાઇટવોશ -
ઈંગ્લેન્ડે કરાચી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનમાં રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડે 3-0થી જીત મેળવીને પાકિસ્તાનનો સફાયો કર્યો હતો. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી.
ઈંગ્લેન્ડની બેઝબોલ પોલિસીની અસર અહીં પણ જોવા મળી કારણ કે ટીમ પાકિસ્તાન સામે સંપૂર્ણપણે આક્રમક રીતે રમી હતી. આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 306 રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 354 રન બનાવ્યા હતા.
બીજી ઈનિંગમાં પાકિસ્તાનની ટીમ 216 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને બાદમાં ઈંગ્લેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને 170 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું હતું. 18 વર્ષીય રેહાન અહેમદ કરાચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ માટે હીરો સાબિત થયો. તેણે ટેસ્ટ ડેબ્યૂમાં જ પાંચ વિકેટ ઝડપી હતી.
રેહાન અહેમદ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂમાં 5 વિકેટ લેનારો સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે, તેણે 18 વર્ષ 128 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું હતું. રેહાન અહેમદે પ્રથમ દાવમાં 2 અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડ-પાકિસ્તાન ટેસ્ટ સિરીઝ
પ્રથમ ટેસ્ટ (રાવલપિંડી) – ઈંગ્લેન્ડ 74 રનથી જીત્યું
બીજી ટેસ્ટ (મુલતાન) – ઈંગ્લેન્ડ 26 રનથી જીત્યું
ત્રીજી ટેસ્ટ (કરાંચી) – ઈંગ્લેન્ડ 8 વિકેટે જીત્યું