Rajasthan Royals vs Royal Challengers Bengaluru, Eliminator: તમામ ક્રિકેટ પંડિતો, નિષ્ણાતો અને ભૂતપૂર્વ ક્રિકેટરોને ખોટા સાબિત કરીને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. એક સમયે આરસીબીની આશા માત્ર 1 પર્સેન્ટાઈલ બાકી હતી, ત્યાંથી વિરાટ કોહલીની ટીમે સતત છ મેચ જીતીને અશક્યને શક્ય બનાવ્યું અને ટોપ-4માં જગ્યા બનાવી. હવે RCB 22 મે બુધવારે એલિમિનેટર મેચ રમશે. આ મેચમાં બેંગલુરુનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. પરંતુ શું તમે જાણો છો કે RCB એલિમિનેટર મેચ રમ્યા વિના પણ ફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. એટલે કે જો આવું થશે તો ફરી એકવાર કરોડો દિલ તૂટી જશે.


 






ખરેખર, IPL ગવર્નિંગ કાઉન્સિલે પ્લેઓફ મેચો માટે રિઝર્વ ડે રાખ્યો નથી. આવી સ્થિતિમાં, જો વરસાદ એલિમિનેટર મેચમાં વિક્ષેપ પાડે છે, તો ફેન્સે ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચની રાહ જોવી પડશે. જો 5 ઓવરની મેચની પરિસ્થિતિ શક્ય ન હોય તો મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. જો સુપર ઓવરની સ્થિતિ નહીં સર્જાય તો RCB બહાર થઈ જશે અને રાજસ્થાન ક્વોલિફાયર મેચ રમશે.


આ છે પ્લેઓફ મેચોના નિયમો


જો વરસાદ ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 અને એલિમિનેટર મેચોમાં વિક્ષેપ પાડે છે, તો ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ યોજાશે. જો પાંચ ઓવરની મેચ શક્ય ન હોય તો મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. જો એવી સ્થિતિ ઉભી થાય કે સુપર ઓવર પણ ન થઈ શકે, તો પોઈન્ટ ટેબલમાં સ્થાન/રેન્કિંગના આધારે નિર્ણય લેવામાં આવશે.


આ રીતે બેંગલુરુ 17માં વર્ષે પણ ટાઈટલ જીતી શકશે નહીં.


જો RCB અને રાજસ્થાન વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચ વરસાદને કારણે રદ થાય છે, તો પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હોવાને કારણે સંજુ સેમસનની ટીમ આગળ વધશે અને RCB બહાર થઈ જશે. મતલબ કે જો મેચ રદ થશે તો રાજસ્થાન બીજી ક્વોલિફાયર મેચ રમશે.  જો આવું થશે તો કરોડો ફેન્સનું દિલ તુટી જશે. કારણ કે, આરસીબી અત્યાર સુધીમાં એક પણ ટ્રોફી જીતી શકી નથી. આવી સ્થિતિાં આરસીબીના ફેન્સ ઈચ્છે છે કે, આ વખતે ટ્રોપી જીતે.