IPL Impact Player Rule: ઇન્ડિયન પ્રિમિયર લીગની આગામી સીઝનમાં પણ 'ઈમ્પેક્ટ પ્લેયર'નો નિયમ લાગુ કરવામાં આવશે. આ નવા નિયમ હેઠળ ટીમે ટોસ સમયે તેમની પ્લેઈંગ ઈલેવન સાથે તે ચાર ખેલાડીઓના નામ આપવા પડશે જે પછી તેઓ તેમના 'ઈમ્પેક્ટ પ્લેયર' હશે. હવે આ નિયમ વિશે એક મોટું અપડેટ આવ્યું છે. વાસ્તવમાં આ નિયમ અનુસાર, કોઈપણ વિદેશી ખેલાડી આ નિયમનો ભાગ બની શકે નહીં. એટલે કે કોઈ પણ ટીમ ઈમ્પેક્ટ પ્લેયર્સની યાદીમાં વિદેશી ખેલાડીઓને સામેલ કરી શકશે નહીં.


વિદેશી ખેલાડી ઈમ્પેક્ટ પ્લેયર નહીં બને


ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ તમામ ફ્રેન્ચાઈઝીઓને પણ કહ્યું છે કે કોઈ વિદેશી ખેલાડી ઈમ્પેક્ટ પ્લેયર ન બની શકે. તે સ્પષ્ટ છે કે ટોસ સમયે કેપ્ટન પ્લેઈંગ ઈલેવનની યાદી સાથે ઈમ્પેક્ટ પ્લેયર્સની યાદી આપશે, પરંતુ ઈમ્પેક્ટ પ્લેયર્સની તે યાદીમાં કોઈ વિદેશી ખેલાડીનું નામ નહીં હોય.


'ઈમ્પેક્ટ પ્લેયર'નો નિયમ શું છે?


આ નિયમ અનુસાર, ટીમો વ્યૂહાત્મક રીતે કોઈપણ એક ખેલાડીને અવેજી તરીકે મેદાનમાં ઉતારી શકશે. ટોસ સમયે ટીમોએ પ્લેઇંગ ઇલેવન સાથે તેમના ચાર અવેજી ખેલાડીઓના નામ આપવાના રહેશે. આ ચાર ખેલાડીઓમાંથી ટીમ કોઈપણ એક ખેલાડીનો 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે ઉપયોગ કરી શકશે. મેચની 14મી ઓવર સુધી અવેજી ખેલાડીને મેદાનમાં ઉતારી શકાય છે.


મીની હરાજી માટે 991 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે


IPL 2023 માટે યોજાનારી મીની હરાજીમાં કુલ 991 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના 57 ખેલાડીઓ સામેલ હશે. આ સિવાય દક્ષિણ આફ્રિકામાં કુલ 52 ખેલાડીઓ હશે. આ ખેલાડીઓમાં કુલ 185 કેપ્ડ પ્લેયર્સ અને 786 અનકેપ્ડ પ્લેયર્સ ભાગ લેશે. નોંધનીય છે કે મિની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં થશે.


ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ સિઝન માટે 23 ડિસેમ્બર, 2022 એ કોચ્ચીમાં ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આઇપીએલ હંમેશા યુવા ખેલાડીઓ માટે સૌથી બેસ્ટ પ્લેટફોર્મ રહ્યું છે. આ વખતે પણ આઇપીએલમાં યુવા ખેલાડીઓ પર સારી બોલી લાગી શકે છે. ખરેખરમાં ભારતને અંડર 19 વર્લ્ડકપ જીતાડનારા ત્રણ સ્ટાર ખેલાડીઓ પર આ વખતે આઇપીએલ ઓક્શનમાં મોટી બોલીઓ લાગી શકે છે