ટીમ ઈન્ડિયાના સ્પિનર આર અશ્વિન સાથે ઈન્સ્ટા લાઇવ પર વાત કરતાં સંગાકારાએ કહ્યું, મેદાન દર્શકોથી ખીચોખીચ ભરેલું હતું. શ્રીલંકામાં આવું ક્યારેય થતું નથી. એક વખત હું જ્યારે ઈડન ગાર્ડન્સમાં રમતો હતો ત્યારે પ્રથમ સ્લિપમાં ઉભેલા ખેલાડી સાથે પણ વાત કરી શકતો નહોતો અને બીજી વખત વાનખેડેમાં આમ થયું. મને યાદ છે કે માહી કહી રહ્યો હતો કે મેં ટોસ દરમિયાન ટેલ કહ્યું હતું પરંતુ મે માહીને કહ્યું કે મેં હેડ કહ્યું હતું.
મેચ રેફરીએ કહ્યું કે, સંગકારા ટોસ જીતી ચુક્યો છે પરંતુ માહીને ભરોસો ન થયો. ત્યાં થોડી મૂંઝવણ થઈ અને બાદમાં માહીએ કહ્યુ, ચાલો ફરી એક વખત ટોસ કરી લઈએ. સંગાકારાએ કહ્યું કે, ટોસ જીત્યો તે મારી કિસ્મત હતી. પરંતુ મને ખબર હતી કે જો હું ટોસ હારી ગયો હોત તો ટીમ ઈન્ડિયા બેટિંગ કરતાં.
ટ્રોફી ન જીતવાને લઈ સંગાકારેએ કહ્યું, આપણે જીતીએ કે હારીએ તેને કેવી રીતે લઈએ તેના પર નિર્ભર કરે છે. એક ચહેરાની ખુશી પાછળ ઘણું દર્દ છુપાયેલું હોય છે. હું તે દરમિયાન 20 મિલિયન શ્રીલંકન લોકો વિશે વિચારતો હતો, જેની રાહ તેઓ 1996થી જોતા હતા. વર્ષ 2011માં તેમની પાસે મોકો હતો. વર્ષ 2007 ટી20 અન બાદમાં 2009 તથા 2012માં ફણ અમે કપ જીતી ન શક્યા.