IND A vs BAN A: સુપર ઓવરમાં બાંગ્લાદેશની જીત, ફાઈનલમાં પહોંચવાનું ભારતનું સપનું રોળાયું
IND A vs BAN A Live score: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલ ભારત A અને બાંગ્લાદેશ A વચ્ચે છે. આ મેચ સંબંધિત તમામ અપડેટ તમે અહીં વાંચી શકો છો.
બ્રેકગ્રાઉન્ડ
IND A vs BAN A Live score: આજે ભારત A પુરુષ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલમાં બાંગ્લાદેશ Aનો સામનો કરશે. બંને ટીમો ફાઇનલમાં પહોંચવાના એક પગલાની અંદર છે. ભારતીય ટીમ...More
સુપર ઓવરમાં બાંગ્લાદેશની જીત થઈ છે. સુયશે વાઈડ બોલ ફેકતા એક રન આવ્યો હતો. જેથી બાંગ્લાદેશ જીતી ગયું હતું. બાંગ્લાદેશ અને ભારત બંનેનો પ્રથમ દાવ 194 રન પર સમાપ્ત થયો. પરિણામે, સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ભારતે સુપર ઓવરના પહેલા બે બોલમાં બંને વિકેટ ગુમાવી દીધી. જેના જવાબમાં બાંગ્લાદેશ વાઈડના રનથી જીતી ગયું.
બીજા બોલ પર આશુતોષ પણ ઝીરો પર આઉટ થયો છે. આમ સુપર ઓવરમાં ભારત એક પણ રન બનાવી શક્યું નથી.
મોન્ડોલે સુપર ઓવરમાં બાંગ્લાદેશ તરફથી બોલિંગ કરી હતી, કેપ્ટન જીતેશ શર્મા ખાતુ ખોલ્યા વિના આઉટ થયો છે.
કેપ્ટન અકબર અલીએ એક મોટી ભૂલ કરી. હર્ષ દુબેએ યોર્કર-લેન્થ બોલને લોંગ-ઓન તરફ ફટકાર્યો, અને તે બીજા રન માટે દોડ્યો. થ્રો વિકેટકીપરથી થોડો દૂર હતો અને વિકેટકીપર સ્ટમ્પને હિટ કરવામં નિષ્ફળ ગયો. ત્રીજો રન પણ લેવામાં આવ્યો આવ્યો, જેના કારણે ભારતીય ઇનિંગ્સ 194 રન પર પહોંચી ગઈ. આનો અર્થ એ થયો કે મેચ ટાઇ થઈ ગઈ છે. પરિણામ હવે સુપર ઓવરમાં નક્કી થશે.
કેપ્ટન અકબર અલીએ એક મોટી ભૂલ કરી. હર્ષ દુબેએ યોર્કર-લેન્થ બોલને લોંગ-ઓન તરફ ફટકાર્યો, અને તે બીજા રન માટે દોડ્યો. થ્રો વિકેટકીપરથી થોડો દૂર હતો અને વિકેટકીપર સ્ટમ્પને હિટ કરવામં નિષ્ફળ ગયો. ત્રીજો રન પણ લેવામાં આવ્યો આવ્યો, જેના કારણે ભારતીય ઇનિંગ્સ 194 રન પર પહોંચી ગઈ. આનો અર્થ એ થયો કે મેચ ટાઇ થઈ ગઈ છે. પરિણામ હવે સુપર ઓવરમાં નક્કી થશે.
18મી ઓવરમાં 10 રન આવ્યા, જેમાં રમનદીપ અને નેહલ વાઢેરાએ ચાર-ચાર ફટકાર્યા. ભારતને જીતવા માટે હવે 12 બોલમાં 21 રનની જરૂર છે.
14.6 ઓવર: જીતેશે પહેલાના બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ ઓવરના છેલ્લા બોલ પર અબુ હૈદરે તેની વિકેટ લીધી હતી. 23 બોલમાં 33 રન બનાવીને જીતેશ કેચ આઉટ થયો હતો. 15 ઓવર પછી, ભારતને જીત માટે 30 બોલમાં 45 રનની જરૂર છે. હવે રમનદીપ સિંહ બેટિંગ કરવા આવ્યો છે.
14.5 ઓવર - જીતેશ શર્માએ અબુ હૈદરની બોલ પર સિક્સર ફટકારીને ભારત Aનો દાવ 150 સુધી પહોંચાડ્યો. ભારતને જીતવા માટે હવે 31 બોલમાં 45 રનની જરૂર છે.
6.2 ઓવર - યાસીન અલીએ અબુ હૈદરના બોલ પર શાનદાર કેચ પકડ્યો, નમન ધીર 12 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો. આ ભારતની બીજી વિકેટ છે.
3.4 ઓવર - અબ્દુલ ગફ્ફારે બાંગ્લાદેશને મોટી સફળતા અપાવી, વૈભવ સૂર્યવંશીના રૂપમાં ભારતની પહેલી વિકેટ લીધી. વૈભવે 15 બોલમાં 38 રન ફટકાર્યા.
વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યએ વિસ્ફોટક શરૂઆત કરી છે. ભારતનો સ્કોર પ્રથમ 3 ઓવરમાં 49/0 સુધી પહોંચી ગયો છે.
વૈભવ - 37* (11 બોલ)
પ્રિયાંશ આર્ય - 15* (7)
જીતવા માટે જરૂરી: 102 બોલમાં 146 રન
વૈશાખ વિજય કુમારે 20મી ઓવર ફેંકી, જેમાં તેણે 22 રન આપ્યા. આ ઓવરમાં યાસિર અલીએ બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો, જ્યારે મેહરૂબે અંતિમ બોલ પર એક છગ્ગો ફટકાર્યો. બાંગ્લાદેશે 20 ઓવરમાં 6 વિકેટે 194 રન બનાવ્યા. યાસિર અને મેહરૂબે મળીને છેલ્લી બે ઓવરમાં 50 રન બનાવ્યા.
યાસિરે નવ બોલમાં 17 રન બનાવ્યા, જ્યારે મેહરૂબે 18 બોલમાં 48 રનની શાનદાર ઇનિંગ રમી, જોકે તે તેની અડધી સદીથી બે રન દૂર રહ્યો. જોકે, આ ઇનિંગ કોઈ અડધી સદીથી ઓછી નથી, કારણ કે તેનાથી બાંગ્લાદેશને 194 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ મળી.
16.2 ઓવર - નમન ધીરે માહિદુલ ઇસ્લામને આઉટ કરીને બાંગ્લાદેશની છઠ્ઠી વિકેટ પાડી છે. માહિદુલ 1 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
બાંગ્લાદેશની ઇનિંગમાં પાંચ ઓવર બાકી છે. બાંગ્લાદેશે 4 વિકેટે 119 રન બનાવ્યા છે. હબીબુર રહેમાન સોહાન 61 રન પર બેટિંગ કરી રહ્યો છે. નવો બેટ્સમેન મેહરૂબ હજુ સુધી ખાતું ખોલ્યું નથી.
હર્ષ દુબેએ સેમિફાઇનલમાં બાંગ્લાદેશના ત્રીજા ખેલાડીને આઉટ કર્યો છે, આમ 108 રનના સ્કોર પર બાંગ્લાદેશે ત્રીજી વિકેટ ગુમાવી દીધી. હબીબુર રહેમાન હાલમાં 51 રન પર બેટિંગ કરી રહ્યો છે.
બાંગ્લાદેશનો સ્કોર 100 રન વટાવી ગયો છે. 12 ઓવરમાં, ટીમે 2 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. હબીબુર રહેમાને પોતાની અડધી સદી પૂર્ણ કરી છે.
બાંગ્લાદેશે 7 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 54 રન બનાવી લીધા છે.
બાંગ્લાદેશે પોતાની પહેલી વિકેટ 43 રન પર ગુમાવી છે. ગુર્જપનીત સિંહે 26 રન પર ઝીશાન આલમને આઉટ કર્યો છે. હાલમાં 5.2 ઓવરમાં બાંગ્લાદેશે 48 રન બનાવ્યા છે.
ભારત A સામેની સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશ A ની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશ A માટે હબીબુર અને ઝીશાને ઇનિંગની શરૂઆત કરી છે.
પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વાઢેરા, નમન ધીર, જીતેશ શર્મા, આષુતોષ શર્મા, રમનદીપ સિંહ, હર્ષ દુબે, વિશાક વિજય કુમાર, ગુર્જપનીત સિંહ, સુયશ શર્મા.
ઝીશાન આલમ, હબીબુર રહેમાન, યાસિર ચૌધરી, અકબર અલી, રકીબુલ હસન, માહિદુલ ઇસ્લામ, મેહરોબ હુસેન, અબુ હૈદર, જવાદ અબરાર, રિપન મંડલ, અબ્દુલ ગફાર.
ભારત A એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત A અને બાંગ્લાદેશ A વચ્ચે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઇનલ મેચ દોહામાં રમાઈ રહી છે.