ODI World Cup : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ (IND vs PAK) એશિઝ સિરીઝ કરતાં મોટી માનવામાં આવે છે. જ્યારે બંને ટીમો મેદાન પર સામસામે હોય છે ત્યારે તે માત્ર ક્રિકેટ મેચ નથી હોતી. તેને સ્વાભિમાનની લડાઈ તરીકે જોવામાં આવે છે. સ્પર્ધાને દેશની પ્રતિષ્ઠા સાથે જોડવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને પાકિસ્તાન માત્ર ICC અને ACC ઈવેન્ટ્સમાં જ એકબીજા સામે ટકરાય છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંને ટીમો ભારતીય સ્ટેડિયમમાં સામ સામે આવશે.
મોહમ્મદ રિઝવાને માઈન્ડ ગેમ ખેલતા કહ્યું કે...
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાને ભારત સાથેની તાજેતરની મેચ વિશે વાત કરી હતી. તેમાં વિકેટકીપર બેટ્સમેને કહ્યું હતું કે, કેવી રીતે ટીમ ઈન્ડિયા સામેની જીતને તેના દેશ માટે વર્લ્ડકપ જીત તરીકે જોવામાં આવે છે. જોકે, રિઝવાનનો મત તેનાથી અલગ છે. તેણે કહ્યું હતું કે, ભારતને હરાવવું એ અમારા માટે વર્લ્ડકપ જીતવા જેવું નથી પરંતુ વર્લ્ડકપ જીતવો એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે.
15 ઓક્ટોબરે ટક્કર થશે
15 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે. બીસીસીઆઈએ ટૂર્નામેન્ટનો સમયપત્રક તૈયાર કર્યું છે. જે મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે ટકરાશે. ODI વર્લ્ડકપમાં પાકિસ્તાન હજુ ભારત સામે જીતી શક્યું નથી. 1992, 1999, 2003, 2007, 2015 અને 2019 વર્લ્ડકપમાં રમાયેલી મેચોમાં ટીમ ઈન્ડિયાની જ જીત થઈ ચુકી છે. જ્યારે પાકિસ્તાને લાફો ખાઈને ગાલ લાલ રાખવો પડ્યો હતો.
એશિયા કપમાં પણ થશે ટક્કર
વર્લ્ડકપ પહેલા ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં ટકરાશે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા દ્વારા કરવામાં આવનાર છે. પાકિસ્તાનની ટીમ પાકિસ્તાન સામે ત્રણ મેચ રમી શકે છે. બંને ટીમો એક જ ગ્રુપમાં છે. ત્યાર બાદ બંને ટીમો સુપર-4 અને બાદમાં ફાઇનલમાં ટકરાશે.
IND vs PAK: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ભડક્યો શાહીદ આફ્રીદી, કહ્યું- અમદાવાદની પિચમાં ભૂત છે શું ?
એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલ પર રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક હાઇબ્રિડ મોડલનું સૂચન કર્યું હતું, જેના પર BCCI સહમત થઈ ગયું છે. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભૂતકાળમાં કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે આપણા દેશમાં નહીં આવે તો અમારી ટીમ વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારત નહીં જાય, પરંતુ હવે પીસીબીએ આના પર યુ-ટર્ન લીધો. જો કે ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને આવી શકે છે.
'શું તે અગનજ્વાળા બહાર કાઢે છે, જાઓ, રમો અને જીતો...'
તાજેતરમાં પીસીબીએ કહ્યું હતું કે અમારી ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નહીં રમે. પીસીબીએ તેની પાછળ સુરક્ષા સંબંધિત સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પીસીબીને ફટકાર લગાવી છે. શાહિદ આફ્રિદીએ કહ્યું કે અમદાવાદની પીચ જાદુઈ છે શું, જે પાકિસ્તાનના ખેલાડીઓ પર જાદુ કરી દેશે. આ સાથે જ તેણે સવાલ ઉઠાવતા કહ્યું કે અમદાવાદની પિચ પર રમવાનો કેમ ઈનકાર કરી રહ્યા છો ? શું તે આગ બહાર કાઢે છે અથવા તો શું ત્યાં ભૂત છે ? જાઓ, રમો અને જીતો.