IND vs AFG: પ્રથમ ટી20મા ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટ હરાવ્યું, શિવમની ફિફ્ટી
IND vs AFG Live Updates: T20 શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.
મોહાલીમાં રમાયેલી T20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. શિવમ દુબેએ ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ભારત તરફથી સૌથી વધુ રન શિવમ દુબેએ ફટકાર્યા હચા. તે 40 બોલમાં 60 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઉપરાંત રિંકુ સિંહ 9 બોલમાં 16 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
14મી ઓવરના પાંચમા બોલ પર જીતેશ શર્મા 20 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 31 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ 14 ઓવર બાદ 4 વિકેટે 121 રન બનાવી લીધા છે. હવે તેમને જીતવા માટે 36 બોલમાં 38 રનની જરૂર છે. આ દરમિયાન શિવમ દુબે 35 રન બનાવીને ક્રીઝ પર હાજર છે અને રિંકુ સિંહે 04 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાએ 10 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા હતા. તેમને જીતવા માટે 60 બોલમાં 76 રનની જરૂર છે. શિવમ દુબે 20 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. જીતેશ શર્મા 4 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 7 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા હતા. તિલક વર્મા 16 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે. શિવમ દુબે 12 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતે 2 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 8 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 4 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે. તિલક વર્માએ 6 બોલમાં 3 રન બનાવ્યા છે. ભારતીય ટીમ હજુ પણ લક્ષ્યથી 151 રન દૂર છે. રોહિત શર્મા પહેલી ઓવરમાં જ ઝીરો પર આઉટ થયો હતો.
અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો છે. મોહમ્મદ નબીએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું અને 42 રન બનાવ્યા. તેણે 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. ભારત તરફથી રવિ વિશ્નોઈ ખુબ મોંઘો સાબિત થયો હતો. તેણે 3 ઓવરમાં 35 રન આપ્યા હતા. અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો છે. મોહમ્મદ નબીએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું અને 42 રન બનાવ્યા. તેણે 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. અંતમાં નજીબુલ્લાએ શાનદાર બેટિંગ કરી હતી અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 19 રન બનાવ્યા હતા. અઝમતુલ્લાહે 29 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન ઇબ્રાહિમ ઝાદરાને 25 રન બનાવ્યા હતા. ભારત તરફથી મુકેશ કુમાર અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી. શિવમ દુબેને એક સફળતા મળી.
અફઘાનિસ્તાને 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા હતા. ઓમરઝાઈ 9 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. નબી 7 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના બોલરો ફરી એકવાર વિકેટની શોધમાં છે.
અફઘાનિસ્તાને 10 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. ટીમની ત્રીજી વિકેટ રહેમત શાહના રૂપે પડી. તે 6 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે બીજી વિકેટ લીધી હતી. ઓમરઝાઈ 3 રન બનાવીને રમી રહ્યો છે. મોહમ્મદ નબી હવે બેટિંગ કરવા આવ્યો છે.
અફઘાનિસ્તાનને ઉપરાઉપરી બે ઝટકા લાગ્યા છે. પહેલા પહેલા 23 રનના સ્કોરે ગુરબાજ અક્ષરનો શિકાર બન્યો હતો ત્યાર બાદ ઝાદરાનને 25ના સ્કોર પર દુબે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હાલમાં 9 ઓવર બાદ અફઘાનિસ્તાનને બે વિકેટે 53 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયા માટે ત્રીજી ઓવર અર્શદીપ સિંહે ફેંકી હતી. આ ઓવરના પાંચમા બોલ પર કેચ આઉટ થવાની શક્યતા હતી. પરંતુ શિવમ દુબેએ ઝદરાનનો કેચ છોડ્યો હતો. તે બોલ સુધી પહોંચવા દોડ્યો પરંતુ પહોંચી શક્યો નહોતો. આ પહેલા ગુરબાઝે ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં અફઘાનિસ્તાને 8 રન બનાવ્યા હતા. 3 ઓવર પછી ટીમનો સ્કોર 14-0
BCCIએ X પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે યશસ્વી જયસ્વાલ પસંદગી માટે ઉપલબ્ધ નથી. આ કારણે તે આ મેચમાં રમી શકશે નહીં. યશસ્વી કમરના દુખાવાના કારણે પરેશાન છે.
ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ(વિકેટકીપર), રહમત શાહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનત, ગુલબદ્દીન નઇબ, ફઝલહક ફારૂકી, નવીન ઉલ હક અને મુજીબ ઉર રહેમાન.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, તિલક વર્મા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.
બ્રેકગ્રાઉન્ડ
IND vs AFG Live Updates Mohali: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20 શ્રેણી મોહાલીમાં રમાશે. બંને ટીમો આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે. તે લાંબા સમય બાદ ભારતીય T20 ટીમમાં પરત ફર્યો છે. ભારતની પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો યશસ્વી જયસ્વાલ રોહિત સાથે ઓપનિંગ કરશે તેવી શક્યતા છે. વિરાટ કોહલી આ મેચનો ભાગ નહીં હોય. રાશિદ ખાન અફઘાનિસ્તાન તરફથી નહીં રમે. ફિટ ન હોવાના કારણે તે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -