ind vs afg 3rd odi : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં પહેલી બે મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ અજેય લીડ મેળવી લીધી છે. ત્રીજી અને અંતિમ વનડે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક મોટા ફેરફારો થવાની ધારણા છે, જેનો આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોએશે મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો. અનફિટનેસને કારણે પાછલી મેચમાંથી બહાર રહેલા નીતિશ કુમાર રેડ્ડી પરત ફરે તેવી અપેક્ષા છે. ટીમ ઈન્ડિયા અંતિમ મેચ પણ જીતવાનું લક્ષ્ય રાખશે શ્રેણી 3-0થી પૂર્ણ કરશે.
નીતિશ કુમારને પ્લેઈંગ 11માં સામેલ કરવાની પુષ્ટિ થઈ છે, અર્શદીપ સિંહને આરામ આપવામાં આવી શકે
અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી બે મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને બોલરોએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું, જેમાં સૌથી વધુ પ્રભાવિત ડેબ્યૂ સિરીઝ રમી રહેલા ગુરનૂર બરાર અને પ્રિંસ યાદવે પોતાની બોલિંગથી કર્યા હતા. ત્રીજી વનડે અંગે, આસિસ્ટન્ટ કોચે પ્લેઈંગ 11માં થયેલા ફેરફારો અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નીતિશ કુમાર રેડ્ડી આ મેચમાં રમવા માટે સંપૂર્ણપણે ફિટ છે. "આ મેચ માટે અમે અર્શદીપ સિંહ સાથે એક બેટ્સમેનને આરામ આપવાનો પણ નિર્ણય લઈ શકીએ છીએ," તેમણે કહ્યું. એ નોંધનીય છે કે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેને આ મેચમાં રમવાની તક મળી શકે છે.
આ પણ વાંચો- રોહિત શર્માની કાલે છેલ્લી મેચ, ત્યારબાદ વનડેમાંથી પણ રિટાયરમેન્ટ; BCCI નો આ પ્લાન બન્યો નિવૃત્તિનું કારણ
ટોચના ત્રણમાં કોઈ ફેરફાર થશે નહીં
ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રેયાન ટેન ડોએશે ત્રીજી વનડે અંગેના પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે પ્લેઈંગ ઈલેવનમાં ટોચના ત્રણ બેટ્સમેનોમાં કોઈ ફેરફાર થશે નહીં. યશસ્વી જયસ્વાલ રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરશે, જ્યારે કેપ્ટન શુભમન ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરશે. રેયાન ટેન ડોએશે એમ પણ કહ્યું હતું કે ત્રીજા નંબર પર બેટિંગ પોઝિશન પર કેએલ રાહુલને અજમાવવાની કોઈ યોજના નથી.
