IND vs AFG 3rd T20: બીજી સુપર ઓવરમાં ભારતની જીત, રવિ વિશ્નોઈની શાનદાર બોલિંગ

India Vs Afghanistan 3rd T20 Score Live: અહીં તમને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20 મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 17 Jan 2024 11:03 PM
સુપર ઓવરમં પણ ટાઈ

સુપર ઓવરમં પણ ટાઈ થઈ છે. ભારતને છેલ્લા બોલ્લે બે રનનની જરુર હતી જોકે, ભારત એક જ રન બનાવી શક્યું હતું.

અફઘાનિસ્તાને સુપર ઓવરમાં ભારતને 17 રનનો ટાર્ગેટ આપ્યો

સુપર ઓવરમાં પ્રથમ રમત રમીને અફઘાનિસ્તાને 16 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને છેલ્લા બોલમાં ત્રણ રન લીધા જે નિર્ણાયક બની શકે. હવે ભારતે જીતવા માટે 6 બોલમાં 17 રન બનાવવા પડશે.

ત્રીજી T20 ટ

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી T20 મેચ ટાઈ થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 4 વિકેટના નુકસાને 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને પણ નિર્ધારિત ઓવરમાં 212 રન બનાવ્યા હતા. હવે મેચનું પરિણામ સુપર ઓવરથી આવશે.

24 બોલમાં 51 રનની જરૂર

અફઘાનિસ્તાને હવે 24 બોલમાં જીતવા માટે 51 રન બનાવવાના છે. 16 ઓવર પછી અફઘાન ટીમનો સ્કોર ત્રણ વિકેટે 162 રન છે. નબી 14 બોલમાં 35 રન અને નાયબ 8 બોલમાં 21 રન પર રમી રહ્યો છે. બંને વચ્ચે 20 બોલમાં 55 રનની ભાગીદારી છે.

અફઘાનિસ્તાનની ત્રીજી વિકેટ પડી

અફઘાનિસ્તાને 13મી ઓવરમાં 107 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. વોશિંગ્ટન સુંદરે અઝમતુલ્લા ઉમરઝાઈને શૂન્ય પર આઉટ કર્યો હતો. 13 ઓવર પછી સ્કોર ત્રણ વિકેટે 108 રન છે.

અફઘાનિસ્તાનની પ્રથમ વિકેટ પડી

અફઘાનિસ્તાનની પહેલી વિકેટ 11મી ઓવરમાં 93ના સ્કોર પર પડી હતી. રહેમાનુલ્લા ગુરબાઝ 32 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. કુલદીપ યાદવે ગુરબાઝને પેવેલિયન મોકલ્યો હતો.

પાવરપ્લેમાં અફઘાનિસ્તાનની શાનદાર બેટિંગ

અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ પાવરપ્લે એટલે કે પ્રથમ 6 ઓવરમાં ઘણો આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. રહેમાનુલ્લાહ ગુરબાઝ 21 રને અને ઇબ્રાહિમ ઝાદરાન 27 રને રમી રહ્યા છે. ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 51 રન પર પહોંચી ગયો છે. ભારતે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે.

અફઘાનિસ્તાનનો સ્કોર 37/0

અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝાદરાન સરળતાથી રન બનાવી રહ્યા છે. 4 ઓવર પછી સ્કોર કોઈ વિકેટ વિના 37 રન છે. ગુરબાઝ 18 અને ઈબ્રાહિમ 16 પર રમી રહ્યા છે.

ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 213 રનનો ટાર્ગેટ

ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. જેની ત્રીજી એટલે કે છેલ્લી મેચ આજે બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. હવે અફઘાન ટીમને 213 રનનો ટાર્ગેટ છે. મેચમાં એક સમયે ભારતીય ટીમે 22 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી 4 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી પહેલા બોલ પર જ પેવેલિયન પરત ફર્યો હતો. શિવમ દુબે (1) અને સંજુ સેમસન (0) પણ આઉટ છે. પરંતુ આ પછી રોહિત શર્માએ રિંકુ સિંહ સાથે મળીને ઈનિંગને સંભાળી લીધી અને 5મી વિકેટ માટે 95 બોલમાં 190 રનની ભાગીદારી કરી. રોહિત શર્મા 69 બોલમાં 121 અને રિન્કુ સિંહ 39 બોલમાં 69 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.


 





ભારતનો સ્કોર 154/4

રોહિત શર્મા અને રિંકુ સિંહે આખી રમત બદલી નાખી છે. પ્રથમ 10 ઓવરમાં એવું લાગતું હતું કે ભારત ભાગ્યે જ 140ના સ્કોર સુધી પહોંચી શકશે, પરંતુ હવે 18 ઓવરમાં ભારતનો સ્કોર 4 વિકેટે 154 રન સુધી પહોંચી ગયો છે. રિંકુ સિંહ 44 અને રોહિત શર્મા 88 રને રમતમાં છે. બંને વચ્ચે 132 રનની ભાગીદારી થઈ છે.

16મી ઓવરમાં 22 રન આવ્યા

16મી ઓવરમાં કુલ 22 રન આવ્યા. આ ઓવરમાં રોહિત શર્માએ પહેલા ફોર અને સિક્સર ફટકારી હતી અને પછી રિંકુએ પણ ફોર ફટકારી હતી. 16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 131 રન છે. બંને વચ્ચે 108 રનની ભાગીદારી થઈ છે.

ભારતનો સ્કોર 100ને પાર

ભારતીય ટીમે શાનદાર વાપસી કરી છે. 14 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 104 રન થઈ ગયો છે. એક સમયે માત્ર 22 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી, પરંતુ ત્યારબાદ રોહિત અને રિંકુએ શાનદાર બેટિંગ કરી હતી. રોહિત 52 અને રિંકુ 34 પર રમી રહ્યા છે.

આઠમી ઓવરમાં 14 રન આવ્યા

આઠમી ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. રિંકુ સિંહે એક સિક્સર અને રોહિત શર્માએ એક સિક્સ ફટકારી હતી. 8 ઓવર પછી ભારતનો સ્કોર ચાર વિકેટે 48 રન છે. રોહિત શર્મા 24 અને રિંકુ સિંહ 9 રને રમતમાં છે.

દુબે બાદ સંજુ સેમસન પણ આઉટ

22 રનના સ્કોર પર ભારતે 4 વિકેટ ગુમાવી દીધી છે. ગત મેચનો હિરો દુબે માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો જ્યારે સંજુ સેમસન ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો.

ભારતે બે બોલમાં બે વિકેટ ગુમાવી

ભારતે બે બોલમાં બે વિકેટ ગુમાવી દીધી છે. પહેલા યશસ્વી જયસ્વાલ 4 રને અને ત્યાર બાદ વિરાટ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં રોહિત શર્મા અને શિવમ દુબે બેટિંગ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહેમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહેમદ મલિક.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને આવેશ ખાન.


 





ભારતે ટોસ જીત્યો હતો

ત્રીજી T20માં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની ટીમ પણ ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે.

બ્રેકગ્રાઉન્ડ

India Vs Afghanistan 3rd T20:  ભારતીય ક્રિકેટ ટીમ 2024 T20 વર્લ્ડ કપ પહેલા આજે છેલ્લી વખત T20 મેચ રમશે. હવેથી થોડા સમય પછી, ભારતીય ટીમ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની T20 શ્રેણીની અંતિમ મેચ રમશે. આ મેચની ટોસ સાંજે 6.30 વાગ્યે થશે જ્યારે મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.


આ મેચમાં તમામની નજર ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. વાસ્તવમાં, 14 મહિના પછી T20 ટીમમાં વાપસી કરનાર રોહિત હજુ સુધી આ સિરીઝમાં પોતાનું ખાતું ખોલાવી શક્યો નથી. રોહિત પ્રથમ ટી20 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. આવી સ્થિતિમાં આજે તેની બેટિંગ પર બધાની નજર રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.