India vs Afghanistan 3rd T20I:  ભારત વિ અફઘાનિસ્તાન 3જી T20 મેચ બુધવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 212 રન ઉમેર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. તે 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. 


 






જ્યારે રિંકુએ 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 190 રનની અતૂટ ભાગીદારી કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું પરંતુ તેની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 22ના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી અને સંજુ સેમસનનું ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. યશસ્વી જયસ્વાલે ચાર અને શિવમ દુબેએ એક રન બનાવ્યો હતો. આ પછી રોહિત અને રિંકુએ અફઘાન બોલરોની લાઈનલેન્થ વિખી નાખી હતી.


 






તમને જણાવી દઈએ કે ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે. ભારતે અક્ષર પટેલ, જીતેશ શર્મા અને અર્શદીપ સિંહની જગ્યાએ કુલદીપ યાદવ, સંજુ સેમસન અને અવેશ ખાનને તક આપી છે. અફઘાનિસ્તાને ચાર ફેરફાર કર્યા છે. નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી, મુજીબ ઉર રહેમાન અને નૂર અહેમદ રમી રહ્યા નથી. ત્રણ મેચની શ્રેણીમાં યજમાન ભારત 2-0થી અજેય લીડ ધરાવે છે. ટીમ ઈન્ડિયાએ મોહાલી અને ઈન્દોરમાં 6 વિકેટે જીત મેળવી હતી. આજે રોહિત બ્રિગેડ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા માટે નજરે પડશે. જૂનમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારતની આ છેલ્લી મેચ છે.




અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહેમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહેમદ મલિક.














ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને આવેશ ખાન.