IND vs AFG Match Highlights: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાની તોફાની સદીથી ભારતને અફઘાનિસ્તાન સામે 8 વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓપનિંગ કરવા આવેલા રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. કપિલ દેવનો રેકોર્ડ તોડતા તેણે 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જ્યારે ભારતીય કેપ્ટને 84 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 131 રનની ઇનિંગ રમી હતી. રોહિત ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે. જ્યારે અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 272 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 35 ઓવરમાં બે વિકેટ ગુમાવીને ખૂબ જ સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારતની જીતમાં રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહે સૌથી મોટો ફાળો આપ્યો હતો.
રોહિત ઈશાને શાનદાર શરૂઆત અપાવી હતી
273 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્મા અને ઈશાન કિશને ઉડતી શરૂઆત અપાવી હતી. ભારતે માત્ર 11.5 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 156 રન (112 બોલ) જોડ્યા હતા. રોહિત શર્માની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે ડ્રેસિંગ રૂમમાંથી સેટ પર આવ્યો છે. અફઘાન બોલરો તેમની સામે સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. આ દરમિયાન રોહિતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવીને વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધો.
અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 272 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 35 ઓવરમાં બે વિકેટ ગુમાવીને ખૂબ જ સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારતની જીતમાં રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહે સૌથી મોટો ફાળો આપ્યો હતો. 2023 વર્લ્ડ કપમાં ભારતનો આ સતત બીજો વિજય છે.
કોહલીએ પોતાની અડધી સદીની ઇનિંગથી ભારતને જીત અપાવી હતી
આ પછી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની જોડીએ ટીમને જીતના ઉંબરે પહોંચાડી હતી. ત્રીજા નંબરે આવેલા વિરાટ કોહલીએ 55* રન બનાવ્યા અને ચોથા નંબરે બેટિંગ કરી રહેલા શ્રેયસ અય્યરે 25* રન બનાવ્યા. કોહલીની ઇનિંગમાં 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે જ્યારે ઐયરની ઇનિંગમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
અફઘાનિસ્તાનના બોલરો અસફળ દેખાતા હતા
અફઘાનિસ્તાન તરફથી માત્ર રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન રાશિદે 8 ઓવરમાં 57 રન આપ્યા હતા. અન્ય તમામ બોલરો ખાલી હાથ રહ્યા હતા. અઝમતુલ્લા ઉમરઝાઈ ટીમ માટે સૌથી મોંઘો બોલર સાબિત થયો, જેણે 8.50ની ઈકોનોમીમાં 4 ઓવરમાં 34 રન આપ્યા.
ભારતની જીતના હીરો
- રોહિતની આક્રમક બેટિંગ, મજબૂત શરૂઆતઃ 273 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. રોહિત શર્મા (84 બોલમાં 131 રન ) અને ઈશાન કિશન (47 બોલમાં 47 રન)એ પ્રથમ વિકેટ માટે 18.4 ઓવરમાં 156 રનની પાર્ટનરશિપ કરી જીતનો પાયો નાંખ્યો હતો.
- વિરાટ કોહલીની ફિફ્ટીઃ કોહલીએ તેનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં વર્લ્ડકપ 2023માં સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી. કોહલી 55 રન બનાવી અણનમ રહ્યો હતો.
- જસપ્રીત બુમરાહઃ બુમ બુમ બુમરાહે 10 ઓવરમા 39 રન આપી 4 વિકેટ લીધી હતી.
વર્લ્ડ કપમાં સફળ 250 થી વધુ ચેઝમાં સૌથી વધુ રન-રેટ
7.8 - (273/2) - IND vs AFG, દિલ્હી, 2023
7.78 - (283/1) - NZ vs ENG, અમદાવાદ, 2023
7.75 - (322/3) - BAN vs WI, ટોન્ટન, 2019
7.13 - (345/4) - PAK vs SL, હૈદરાબાદ, 2023
7.05 - (260/2) - IND vs IRE, હેમિલ્ટન, 2015
દિલ્હીમાં ODIમાં સૌથી વધુ હાંસલ કરવામાં આવેલા ટાર્ગેટ
278 - IND vs SL, 1982
273 - IND vs AFG, 2023
272 - SL vs IND, 1996
239 - IND vs AUS, 1986
238 - IND vs ENG, 2011